વ્યાજખોર ના ત્રાસથી કંટાળી રીક્ષાચાલકે ક્રાઈમ બ્રાંચની સામે ફીનાઈલ પીધી
શહેરમાં વ્યાજખોરોએ માજા મુકી છે જેના ત્રાસથી કેટલીય જીંદગીઓએ અંતિમ પગલા ભરી મોતને વ્હાલું કર્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે વધુ એક વ્યાજખોરના ત્રાસથી કંટાળી રીક્ષાચાલકે ક્રાઈમ બ્રાંચ ઓફીસની સામે જ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા-10માં રહેતા જાવેદભાઈ સલીમભાઈ મકરાણી (ઉ.33) ભાડે ઓટો રીક્ષા રાખી ચલાવવાનું કામ કરે છે. તેને ધંધામાં પૈસાની જરૂરીયાત પડતા અહેમદ નામના શખ્સ પાસેથી રૂા.30 હજાર વ્યાજે લીધા હતા. જે વ્યાજખોર ડેઈલી વ્યાજ પેટે દરરોજ એક હજાર વસુલતો હતો. ધંધામાં મંદિ આવતા વ્યાજ સમયસર ચુકવી ન શકતા રીક્ષાચાલકને વ્યાજખોરે અહેમદ ધમકી આપતો હતો. જેના ત્રાસથી કંટાળી યુવકે ગઈકાલે ક્રાઈમ બ્રાંચ ઓફીસની સામે જ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો.બનાવ અંગે જાણ થતા પ્ર.નગર પોલીસ દોડી ગઈ હતી અને રીક્ષાચાલકનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.