મનપાએ ફરિયાદ ન કરતા ફરી વાલ્વ ચેમ્બરના લોખંડના ઢાંકણાં ચોરાયાં

મનપાએ ફરિયાદ ન કરતા ફરી વાલ્વ ચેમ્બરના લોખંડના ઢાંકણાં ચોરાયાં


વોર્ડ નં. 14માં એક જ દિવસે બે સ્થળેથી અસામાજિક તત્વો રોડને ભયજનક બનાવી ઢાંકણાં ઉપાડી ગયાં

રાજકોટ શહેરમાં વોર્ડ નં. 14માં અવારનવાર વાલ્વ ચેમ્બર તેમજ સ્ટોર્મ વોટર ડ્રેનેજના ઢાંકણાની ચોરી થઈ રહી છે. લોખંડના આ ઢાંકણાઓની કિંમત વધારે હોવાથી અસામાજિક તત્વો રાત્રીના સમયે ચોરી કરી રસ્તાઓ જોખમી બનાવે છે પણ મનપાના ઈજનેરોએ હજુ સુધી એકપણ વખત ફરિયાદ કરી નથી અને તે કારણે જ ઘટનાઓ વધી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »