મણિનગર પોલીસ ની સરાહનીય કામગીરી, ના.કોર્ટ નો ઓર્ડર મેળવી ચોરી થયેલ વસ્તુઓ ૧૦ દિવસમાં મૂળ માલિક ને સુપ્રત કરી. - At This Time

મણિનગર પોલીસ ની સરાહનીય કામગીરી, ના.કોર્ટ નો ઓર્ડર મેળવી ચોરી થયેલ વસ્તુઓ ૧૦ દિવસમાં મૂળ માલિક ને સુપ્રત કરી.


અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૦૧, સુરભી એપાર્ટમેન્ટ, ગોરધન નગર સોસાયટી, જૂના ઢોર બજાર ખાતે રહેતા અને જી ઓમાં સામન્ય નોકરી કરતા ફરિયાદી અનુરાગ અજયકુમાર પાંડે ઉવ.૩૪ ના રહેણાંક મકાનની ગેલેરીના ખુલ્લા દરવાજામાંથી પ્રવેશ કરી અજાણ્યો આરોપી કબાટમાં રાખેલ રોકડ રકમ રૂ. ૧૫૦૦૦/- લેપટોપની બેગ તથા સોના ચાંદીના દાગીના વિગેરે મળી, કુલ રૂ. ૮,૬૯,૪૯૬/- ની ચોરી કરી નાસી જતા ફરીયાદી દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવતા મણિનગર પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી,

અમદાવાદ શહેર "જે" ડિવિઝનના એ.સી.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક મણિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ ડી.પી.ઉનડકટ, ડી સ્ટાફના પી.એસ. આઇ એસ.આઇ.પટેલ તથા સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ, પો.કો. અર્જુનસિંહ, અનિલભાઈ, નરેશભાઈ, દેવુસિંહ, સહિતની પોલીસ ટીમ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરી, સી.સી.ટીવી ફૂટેજ આધારે આ ગુન્હામાં મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ભૂતકાળમાં પકડાયેલ હિસ્ટ્રીશીટર આરોપી સંડોવાયેલ હોવાની હકીકત જણાઈ આવેલ હતી. જે આધારે આરોપીઓ (૧) ભરતભાઈ બચુભાઈ દેવીપુજક ઉવ. ૨૪ રહે. બળીયાકાકા ની ચાલી, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, જુના ઢોર બજાર ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ તથા (૨) પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઈ મનુભાઈ જાતે દેવીપુજક ઉંવ. ૨૪ રહે. બળીયાકાકા ની ચાલી, રિલાયન્સ પેટ્રોલ પંપ સામે, જુના ઢોર બજાર ચાર રસ્તા, મણીનગર, અમદાવાદની ધરપકડ કરી, ઘરફોડ ચોરીમાં ગયેલ તમામ સોના ચાંદીના દાગીના આશરે કિંમત રૂ. ૮,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ હતો,

ગુજરાત સરકાર દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હામાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ફરિયાદી અથવા માલિકને તાત્કાલિક મળી જાય તે માટે "તેરા તુજકો અર્પણ કાર્યક્રમ" અંતર્ગત કાર્યવાહી કરવા અભિયાન ચલાવવામાં આવેલ છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, મા.ઇન્ચાર્જ સેક્ટર ૦૨ નીરજ બડગુજર તથા મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૦૬ રવિ મોહન સૈની દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ ફરિયાદીને તાત્કાલિક સોંપવા કાર્યવાહી કરવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ,

સામાન્ય રીતે પોતાના ચોરીમાં ગયેલ મુદ્દામાલ પરત મેળવવાની પ્રક્રિયાથી અજાણ હોવાના કારણે ફરિયાદીને પોતાનો મુદ્દામાલ પરત મેળવવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે જ્યારે "તેરા તુજકો અર્પણ કાર્યક્રમ" અંતર્ગત જે ડિવિઝન ના એ.સી.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.પી. ઉનડકટ, પી.એસ.આઈ એસ.આઇ.પટેલ તથા સ્ટાફ દ્વારા ફરિયાદીને સામેથી બોલાવી નામદાર કોર્ટમાં અરજી કરાવી તમામ કાર્યવાહીમાં મદદરૂપ થઈ તાત્કાલિક મુદ્દામાલ પરત સોંપવા અભિપ્રાય સહિતની કાર્યવાહી કરવામાં આવતા ચોરી થયાને ૧૦ દિવસની અંદર ઘરફોડ ચોરીમાં ગયેલ માતબર રકમનો મુદ્દામાલ ફરિયાદીને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી, સોંપવામાં આવેલ હતો,

અમદાવાદ શહેર પોલીસ દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમના ભાગરૂપે માત્ર ૧૦ દિવસમાં ફરિયાદીને માતબર રકમના સોના ચાંદીના દાગીના પરત કરવામાં આવતા ફરિયાદી દંપતી ભાવ વિભોર થયા હતા અને વારંવાર મણિનગર પોલીસનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા, ઘરફોડ ચોરી થયા બાદ આટલા ૧૦ દિવસ જેટલા ટૂંકા સમયમાં પોતાના સોના ચાંદીના દાગીના પરત મળ્યા હોય એવી આ કદાચ પ્રથમ ઘટના હોય અમદાવાદ પોલીસ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા સાથે મુદ્દામાલ તાત્કાલિક પરત અપાવી સેવાનું ઉદાહરણ પૂરું પાડી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.