ખાતરની અછતથી ખેડૂતો પરેશાન, કપાસનો પાક બરબાદ થવાના આરે
ખરગૌન, તા.૨૨મધ્ય પ્રદેશના ખરગોનમાં ડીએપી ખાતરની અછત સર્જાઈ છે, જેને કારણે ખેડૂતોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કૃષિ સોસાયટીઓમાં ડીએપી નહીં મળવાથી ખેડૂતોનો કપાસનો પાક બરબાદ થવાના આરે પહોંચી ગયો છે. બીજીબાજુ ખેડૂતોએ વેપારીઓ પર કાળા બજારનો આક્ષેપ કર્યો છે.મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં ડીએપી ખાતર નહીં મળવાથી ખેડૂતો સોસાયટીઓના ચક્કર લગાવી રહ્યા છે. ખાતરની અછતના પગલે ખેડૂતો અનેક પ્રયત્નો છતાં કપાસનો પાક બચાવવા અસમર્થ છે. આ પહેલા પણ ડીએપીની અછતની વાત સામે આવી હતી. ત્યારે ખેડૂતોએ તેનો પૂરવઠો વધારવા માટે નિર્દેશ આપ્યા હતા, પરંતુ કપાસ ખેડૂતોને બે મહિના પછી પણ ખાતર નથી મળી રહ્યું.કૃષિ ઉપસંચાલક એમએલ ચૌહાણનું કહેવું છે કે કાળાબજાર અંગે હજુ સુધી તેમને કોઈ માહિતી કે ફરિયાદ મળી નથી. ડીએપી ગયા વર્ષે સહકારી સેક્ટરમાં ૧૬,૪૦૦ મેટ્રિક ટન અપાયું હતું. ૨૨ હજાર મેટ્રિક ટન ડીએપી જતું રહ્યું છે. ડીએપી સિવાય અન્ય ખાતર પણ મૂકાયેલા છે, જેની ફોર્મ્યુલા પણ એ જ છે, તેથી ખેડૂતો ડીએપીની જગ્યાએ બીજું ખાતર પણ લઈ શકે છે. કોઠખુર્દના રહેવાસી ખેડૂત ભોલારામ સોલંકીનું કહેવું છે કે ખાતર લેવા આવ્યો છું, પરંતુ સમિતિવાળા કહે છે આગળથી આવશે ત્યારે આપીશું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.