ભાભર તાલુકાની આશાવર્કરોની કામગીરીને બિરદાવવા આશા સંમેલન યોજાયું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જી. પં બનાસકાંઠા પાલનપુર ડૉ બી બી સોલંકીની સૂચનાથી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ હિતેન્દ્ર આર ઠાકોરના માર્ગદર્શન હેઠળ ભાભર તાલુકાના તમામ પ્રા.આ.કેન્દ્રોના વિસ્તારના ગામોમાં આરોગ્ય સેવાઓ આપતા આશા/ આશા ફેસીલીટેટર બહેનો નું સંમેલન આજરોજ નગર પાલિકા ટાઉન હોલ ભાભર ખાતે યોજવામાં આવ્યું
આ સંમેલનમાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા / આશા ફેસીલીટેટર બહેનોને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સન્માન પત્ર તેમજ એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા,
આ કાર્યક્રમ માં આશા / આશાફેસીલીટેટર અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા દુર્ગમ વિસ્તારમાં અપાતી આરોગ્ય સેવાઓ નો વ્યાપ વધારવા રોલ પ્લે , આરોગ્યનો ગરબો નાટક જેવા કાર્યક્રમો યોજી કાર્યક્રમ ને સુશોભિત કરવામાં આવ્યો હતો,
સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલનમાં તાલુકાના તમામ આરોગ્યના અધિકારી કર્મચારીઓ હાજર રહેલ હતા.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
