વાવ ખાતે અપક્ષ ઉમેદવારની જાહેરસભામાં જનમેદની ઊમટતાં ભાજપ-કોંગ્રેસની ઉંઘ હરામ. - At This Time

વાવ ખાતે અપક્ષ ઉમેદવારની જાહેરસભામાં જનમેદની ઊમટતાં ભાજપ-કોંગ્રેસની ઉંઘ હરામ.


*વાવ,સુઈગામ,અને ભાભર ત્રણેય તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં અઢારેય આલમના લોકોનું અપક્ષ ઉમેદવાર અમીરામભાઈ આશલને જાહેર સમર્થન કરતાં ભાજપ-કોંગ્રેસ ને વાવ વિધાનસભામાં જીત હાંસલ કરવા માટે કપરાં ચડાણ.....

વાવ વિધાનસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પક્ષોમાં ઠાકોર સમાજમાંથી ટીકીટ અપાતાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના નજીકના સાથી અમીરામભાઈ આશલે અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે, વાવ ખાતે બુધવારે યોજાયેલ જંગી જાહેર સભામાં વાવ,સુઇગામ અને ભાભર તાલુકામાંથી તમામ સમાજના અઢારેય આલમના મોટા પ્રમાણમાં લોકો જાહેર સભામાં ઉમટી પડતાં ભાજપ અને કોંગ્રેસની ઊંઘ હરામ થઈ ગઈ છે,અઢારેય આલમના મતદારોએ અપક્ષ ઉમેદવારને જાહેર ખુલ્લું સમર્થન મળતાં આ વખતે વાવ વિધાનસભામાં નવા જુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે,
ગત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી અને કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોર વચ્ચે ચૂંટણી જંગમાં ગેનીબેન ઠાકોરે ચાલુ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીને હરાવતાં આ સીટ હાઈ પ્રોફાઈલ રહી હતી,આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપના સંભવિત ઉમેદવાર શંકરભાઈ ચૌધરીએ છેલ્લી ઘડીએ સીટ બદલી થરાદ ચૂંટણી લડતા હોઈ વાવ વિધાનસભામાં ભાજપના નવા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ટીકીટ અપાતાં કોંગ્રેસના દિગગજ ઉમેદવાર સામે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર વચ્ચેનો જંગ એકતરફી હોવાનું જણાતું હતું,પરંતુ ગેનીબેન ને ગત વખતે જીતમાં સહભાગી થનાર અમીરામભાઈ આસલ આ વખતે નારાજ થઈ અપક્ષ તરીકે મેદાનમાં ઉતરતાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે,જેમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષો દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર આદર્યો છે, મતદાનને હવે માત્ર જૂજ દિવસો જ બાકી રહ્યા છે,ત્યારે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ દ્વારા મતદારોને રીઝવવા માટેના શક્ય એટલા પ્રયત્નો કરી રહ્યા છે,જેમાં અપક્ષ ઉમેદવાર અમીરામભાઈ આશલે બુધવારે વાવ ખાતે જંગી જાહેર સભા યોજાતા મોટી સંખ્યામાં વાવ,ભાભર,અને સુઇગામ તાલુકામાંથી તમામ સમાજોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા,અમીરામભાઈ આશલ એક નિર્વિવાદિત સ્વચ્છ ચહેરો છે,જેને લઈ અઢારેય આલમમાંથી વિશાળ જન સમર્થન મળી રહ્યું છે,જાહેર સભામાં ઉમટી પડેલ જન સમર્થનને જોઈ જીતના ગણિત લગાવતા ભાજપ અને કોંગ્રેસના દિગગજો ની ઊંઘ હરામ થઈ ગઈ છે,વાવ વિધાનસભા ના તમામ સમાજના લોકો અપક્ષ ઉમેદવારને જીતાડવા જાહેર અપીલ કરતાં મતદાનના છેલ્લા દિવસોમાં વાવ વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બની ગઈ છે,વાવ ખાતેની સભા જોઈ જીતના દાવા કરતા ભાજપ કોંગ્રેસની ઊંઘ હરામ થઈ ગઈ છે,તમામ સમાજો માંથી મળતા સમર્થનને જોઈ વાવ વિધાનસભામાં કમળને કચડી પંજાને પછાડી અપક્ષ ઉમેદવાર અમીરામભાઈ આસલ જીતી જાય તો નવાઈ નહિ.????

*રિપોર્ટ-:જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ-
મો.9904023862.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.