વિંછીયામાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી યુવક ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો
પ્રાપ્પ વિગતો મુજબ વિંછીયા- બોટાદ રોડ ઉપર રહેતા કુલદીપભાઇ કરશનભાઇ ધાંધલ (ઉ.ર૩) ધંધો મજુરી સાણંદ જવા માટે બસ સ્ટેન્ડમાં બેઠા હતાં. ત્યારે આરોપી રાહુલ ભીખાભાઇ સોલંકી તથા તેના ભાઇ દેવરાજ અને એક અજાણ્યા શખ્સે ઘસી આવી કુલદીપભાઇને બસ સ્ટેન્ડ બહાર લઇ જઇ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. કુલદીપભાઇને માથામાં ઇજા થતા સારવાર અર્થે બોટાદ હોસ્પિટલમાં ખસેડાયેલ. અગાઉ લગ્નમાં ગાળો બોલવા પ્રશ્ને થયેલ ઝઘડાનો ખાર રાખી ઉકત ત્રણેય શખ્સોએ હુમલો કર્યો હતો. વિંછીયા પોલીસે ઇજાગ્રસ્ત કુલદીપભાઇની ફરીયાદ ઉપરથી ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.