સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દર્દી નારાયણો ની સેવા માં તળાવીયા પરિવાર દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દર્દી નારાયણો ની સેવા માં તળાવીયા પરિવાર દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ
ઉમરાળા ના ટિમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને અતિ અદ્યતન ટેક્નોસેવી નેટવર્ક ધરાવતી એમ્બ્યુલન્સ અર્પણ કરતા તળાવિયા પરિવાર કાચરડી (ઢસા જં) ના વતની શ્રી પરેશભાઈ પુનાભાઈ તળાવિયા તથા લાઠી-બાબરા વિસ્તારના કાર્યદક્ષ ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા દ્વારા હોસ્પિટલ નાં કાયમી શુભેચ્છક એવા તેઓ શ્રી નાં સ્વ. પિતા શ્રી પુનાદાદા ની સ્મૃતિમાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબીને ICU સુવિધા સાથેની એમ્બ્યુલન્સ અર્પણવિધી આજરોજ તા.૧૨.૦૧.૨૦૨૫ નાં રોજ પ૨મ્ વંદનિય સંતશ્રી અમરગીરી બાપુ (ગરાળ આશ્રમ-ઉના) નાં કરકમળો દ્વારા હોસ્પિટલનાં મેડીકલ સુપ્રિ. ડો. નટુભાઈ રાજપરા તેમજ ટ્રસ્ટી સર્વો શ્રી અશોકભાઈ ગીડા, શ્રી બી.એલ.રાજપરા, શ્રી રસીકભાઈ ભીંગરાડિયાને ઢસા વિસ્તારના અગ્રણી ઉધોગપતિશ્રીઓની ઉપસ્થિતિમાં શ્રી મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ જંકશન ખાતે અર્પણ ક૨વામાં આવેલ છે. ઢસા આ ICU સુવિધાયુક્ત એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સારવાર માટે દર્દીઓને હાયર સેન્ટરમાં ફેરવવા માટે ખૂબજ ઉપયોગી થશે.
હોસ્પિટલ ટ્રસ્ટીમંડળ દ્વારા શ્રી પરેશભાઈ પુનાભાઈ તળાવિયા તથા શ્રી જનકભાઈ તળાવિયા અને તેમનાં પરીવારજનોનો હ્રદયપૂર્વકનો આભાર માનવામાં આવેલ છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.