ગારિયાધારના પાલડી ગામેથી બે ઇસમોને ગીલોલ સાથે પકડી પાડતી ગારિયાધાર વન વિભાગ ટીમ - At This Time

ગારિયાધારના પાલડી ગામેથી બે ઇસમોને ગીલોલ સાથે પકડી પાડતી ગારિયાધાર વન વિભાગ ટીમ


ગારિયાધારના પાલડી ગામેથી બે ઇસમોને ગીલોલ સાથે પકડી પાડતી ગારિયાધાર વન વિભાગ ટીમ

ગારિયાધાર તા.૧૬-૦૮-૨૦૨૪ ના રોજ સાંજ ના સમયે ગારિયાધાર તાલુકાના પાલડી ગામના તળાવ વિસ્તાર માં મળેલ બાતમી ના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફીસર જીગ્નાશાબેન શેત્રાણીયા ની સુચના થી પાલડી ગામના રહેવાસી સુરેશ લખુભાઇ લુવારીયા તથા દશરથ હિમ્મતભાઇ લુવારીયા રહેવાસી બન્ને પાલડી ને પકડી તપાસતા તેઓની પાસે થી ગીલોલ-૧ મળી આવેલ જે શિકાર કરવાના ઇરાદે ફરતા હોય તેમ લાગતા પુછ-પરછ કરવા માટે રેન્જ કચેરી ગારિયાધાર ખાતે લાવેલ જે ગુન્હો કબુલ કરતા બન્ને પાસેથી ધારા-ધોરણ મુજબ રૂપીયા ૨૫૦૦૦/- નો એડવાન્સ રીકવરી પેટે વસુલ કરેલ તેમજ આ કામાગીરી મા રાઉન્ડ ફોરેસ્ટર ગારિયાધાર બી.જે. દેવમુરારી, રાઉન્ડ ફોરેસ્ટર રૂપાવટી ડી.એલ પરમાર, ફોરેસ્ટ ગાર્ડ એસ.એન.ચૌહાણ તથા ટ્રેકર્સ આર.એસ.સોલંકી તથા પીયુશભાઇ ચૌહાણ સાથે રહેલ છે.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.