અરવલ્લી મોડાસાના મખદુમ હાઇસ્કુલ ખાતે નગરપાલીકા ઝોનનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો - At This Time

અરવલ્લી મોડાસાના મખદુમ હાઇસ્કુલ ખાતે નગરપાલીકા ઝોનનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો


અરવલ્લી જિલ્લામાં મોડાસાના મખદુમ હાઇસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. સેવા સેતુ કાર્યક્રમ અન્વયે વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, મેડિકલ હેલ્થ ચેકઅપ, જાતિ આવકના દાખલાઓ, પુરવઠાને લગતી અરજીઓ તેમજ કૃષિ વિભાગ અને પંચાયત વિભાગને લગતી વિવિધ સેવાઓ તેમજ આધાર કાર્ડને લગતી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.

આ સેવસેતું કાર્યક્રમમાં સ્થળ પર જ જાતિ પ્રમાણપત્ર મળી જતા અરવલ્લીનો યુવાવર્ગ. આજે સેવા સેતુ કાર્યક્રમમાં ઝાકીર પટેલને કોઈ પણ ધક્કા ખાધા વિના સરળતાથી સ્થળ ઉપરજ વિનામૂલ્યે જાતિ પ્રમાણપત્ર મળી ગયુ. જે બદલ તેને પોતાના ઉત્સાહી અંદાજમાં સરકાર અને વહિવટી તંત્રનો આભાર પણ માન્યો.

મોડાસા શહેર ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમનો લાભ શહેરમાં તમામ વોર્ડના નાગરિકોએ વિવિધ લાભો મેળવ્યાં હતા.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો.9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.