મેંદરડા તાલુકાના ખેડૂતોનો સરકાર સામે આક્રોશ પોષણ ક્ષમ ભાવ નહીં મળતા મૂંઝવણમાં મુકાયા
મેંદરડા તાલુકાના ખેડૂતોનો સરકાર સામે આક્રોશ પોષણ ક્ષમ ભાવ નહીં મળતા મૂંઝવણમાં મુકાયા
સતત ચાર ચાર મહિના પિયત આપી ઘંઉ તૈયાર કર્યા પણ ભાવ નહીં મળતા ખેડૂતો માં રોષ ભભુકયો
મેંદરડા ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ના ઉપ પ્રમુખ અને ગુજરાત સંગઠન મંત્રી પરસોતમ ભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર અત્યારે મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્ર મા રવિ પાક ઘંઉ,ચણા, ધાણા, તુવેર જેવા પાકો તૈયાર થઈ રહ્યા છે ત્યારે ખરાબ વાતાવરણ ને લીધે ઉત્પાદન પણ મધ્યમ રહ્યુ છે
અધુરા મા પુરૂ એકાદ માસ પહેલા ઘંઉ ના ૨૦ કિલો ના ભાવ ૬૦૦ થી ૭૦૦ રૂપિયા હતા પણ જેવો ખેડૂતો નો પાક તૈયાર થયો કે ઘંઉ નો ભાવ સાવ તળિયે બેસી ગયો અને ૨૦ કિલો ના ભાવ ૪૫૦ થી ૫૦૦ થય જતા ખેડૂતો ને પડ્યા ઉપર પાટુ જેવી હાલત થય ગય છે આવી કડકડતી ઠંડી માં ખેડૂતો એ ચાર મહિના પિયત આપી ને મહામહેનતે ઘંઉ તૈયાર કર્યા હોય ત્યારે ભાવ ઘટતા ખેડૂતો ની હાલત કફોડી બની ગય છે
ખેડૂતો સતત નુકસાની વેઠી ને પાયમાલ થય રહયા છે અને સતત દેવા તળે દબાઈ રહ્યો છે જો આવું ને આવું રહેશે તો ખેડૂતો ખેતી છોડવા મજબુર થય જાસે ખેડૂતો સહિતના લોકોમાં આક્રોશ સાથે રોસ ભરાયેલો છે
કારણ કે ખેડૂતો નો પાક તૈયાર થયેલો છે ત્યારે જ ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર સામે માંગણી કરી રહ્યા છે ભાવ નિયંત્રિત કરી ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગણી કરવામાં આવેલ છે
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે
