બરવાળા તાલુકાના જુના નાવડા ગામે આગામી 9 ઓક્ટોબરના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
દરેક નાગરિકોને તેમના રહેઠાણના નજીકના સ્થળે જ તમામ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા મહત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં અને ગામડાઓમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે બરવાળા તાલુકાના જૂના નાવડા ગામે સરકારી શાળામાં આગામી 9 ઓક્ટોબર 2024 બુધવારના રોજ સવારના 9:00 કલાકથી સાંજના 5:00 કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના ખમીદાણા, કાપડીયાળી, ઢાઢોદર, વાઢેળા, જુના/નવા નાવડા અને રામપરા ગામના લોકો પોતાના પ્રશ્નો અને રજુઆતો સ્થળ ઉપર કરી શકશે. આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય તેમજ રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ જેવા સરકારના જુદા જુદા 13 વિભાગોની નાગરીકોને મળતી 55 જેટલી જાહેર યોજના હેઠળના લાભો સ્થળ ઊપર કાર્યવાહી કરી મેળવી શકાશે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.