વંથલીમાં ગટરની સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન, નવી ગટર બનાવવા તંત્રને રજુઆત.
વંથલીમાં વાલી ઝાપા વિસ્તારમા ભુગર્ભ ગટરનું ગંદુ પાણી રોડ રસ્તા અને રહીશોના ઘર સુધી પહોંચી જતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે , ગટરના ગંદા પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ પણ ઉભી થઇ છે ,નાના બાળકો બીમાર પડે છે ગંદકીવાળો ફેલાય છે. અને રોગચાળો ફેલાય છે. અને અમારા બાળકો બીમાર પડે છે રોડ પર ગંદુ પાણી ભરાયેલુ રહે છે.ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયા છે જેના લીધે આ ખુલ્લી ગટરમાં નાના બાળકો પડી જાય છે.જેની લેખીત અરજી સ્થાનિક રહીશોએ વંથલી નગરપાલીકાને બે વખત આપેલ અને મૈાખીક રજુઆત પણ કરેલ પરંતુ તંત્રએ અત્યાર સુધી કોઈપણ જાતનો જવાબ કે કોઈપણ અધીકારી ખરાઈ કરવા આવેલ નથી. જેના નિકાસ માટ નવી ગટર બનાવી આપવા મામલતદાર અને ડે. કલેકટર પ્રાંત ઓફિસને રજુઆત કરી હતી ,આ વિસ્તારમાં રહેતા જતા બાળકો આંગણવાડીમાં જતા ગટરના ખાડામાં ગરક બની જવાના બનાવો બને છે ત્યારે તંત્ર આંખ આડા કાન કરતા અનેક રજૂઆતો થયેલ હોવા છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવતી, આગામી ચૂંટણી નજીક આવે છે જો આ વિસ્તારની સમસ્યા દૂર નહિ કરાઈ તો આ વિસ્તારના લોકો મતદાન ન કરવાની ચીમકી આપી છે
રિપોર્ટ...
મોઈન નાગોરી
વંથલી...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.