રાજકોટ શહેરમાં વરસાદને કારણે સ્ટ્રીટ લાઈટ સંબંધી ફરિયાદો તાત્કાલિક નિકાલ કરવામાં આવી. - At This Time

રાજકોટ શહેરમાં વરસાદને કારણે સ્ટ્રીટ લાઈટ સંબંધી ફરિયાદો તાત્કાલિક નિકાલ કરવામાં આવી.


રાજકોટ શહેર તા.૬/૯/૨૦૨૪ રાજકોટ શહેરમાં ગત તા.૨૪/૮/૨૦૨૪ થી સતત એક અઠવાડીયા સુધી વરસાદી માહોલને કારણે શહેરમાં અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ બંધ હોવા અંગે નાગરિકો દ્વારા ફરીયાદો આવેલ. જે અનુસંધાને મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને રોશની વિભાગનાં ચેરમેન કાળુભાઇ કુગશીયાનાં માર્ગદર્શન અને વખતો વખતની સુચના હેઠળ રોશની વિભાગ દ્વારા સ્ટ્રીટલાઇટ સબંધી ફરીયાદોના ત્વરીત યોગ્ય નિરાકરણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. આ કામગીરી માટે રોશની શાખાનાં તમામ અધીકારીઓ તથા કર્મચારીઓ દ્વારા મોડી રાત્રી સુધી ચાલુ વરસાદે કામગીરી હાથ ધરવામાં આવેલ તેમજ શહેરમાં ભયજનક વૃક્ષો/બીલ્ડીંગો માટે ગાર્ડન શાખા/બાંધકામ શાખાની સાથે રહી કામગીરી કરવામાં આવેલ. શહેરનાં મુખ્ય વિસ્તાર જેવા કે અંબીકા ટાઉનશીપ, મવડી વિસ્તાર, રૈયા, કોઠારીયા, રેલનગર, વાવડી, ઘંટેશ્વર, મુંજકા, મોટામવા તથા આસપાસનાં વિસ્તારમાં PGVCL લગત ફોલ્ટ માટે જરૂરી સંકલન કરી ફરીયાદ નિવારણ અંગે સંયુકત રીતે કામગીરી હાથ ધરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સ્ટ્રીટલાઇટ રીપેરીંગ માટે લગત એજન્સી તથા તેઓની ટીમ સાથે સંકલન રાખી છુટક બંધ લાઇટો તાત્કાલીક ચાલુ કરવા સુચનાં આપવામાં આવેલ. જે અનુસંધાને આવેલ ફરીયાદો પૈકી મહતમ ફરીયાદોનો નિકાલ કરવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.