વિસાવદરવીજકંપનીની લેણીરકમ પેટે આપેલ ચેક રીટર્ન થતાઆરોપીને જેલ હવાલે કરતી વિસાવદર કોર્ટ - At This Time

વિસાવદરવીજકંપનીની લેણીરકમ પેટે આપેલ ચેક રીટર્ન થતાઆરોપીને જેલ હવાલે કરતી વિસાવદર કોર્ટ


વિસાવદરવીજકંપનીની લેણીરકમ પેટે આપેલ ચેક રીટર્ન થતાઆરોપીને જેલ હવાલે કરતી વિસાવદર કોર્ટ
પી.જી.વી.સી.એલ કંપનીની લેણી રકમની દરખાસ્તમાં રકમ ભરવા સમાધાન કરી તે રકમનો ચેક આપી આરોપીએ પોતાના ખાતામાં રકમ જમા નહીં કરાવી કે પી.જી.વી.સી.એલ કંપનીમાં રકમ જમા નહીં કરાવતા પીજીવીસીએલ કંપની સબ ડિવિઝન નંબર (૧)ના અધિકારી અમિતભાઈ નાથાભાઈ રાબડીયાએ વિસાવદર કોર્ટમાં પી.જી.વી. સી. એલ.કંપનીના એડવોકેટ નયનભાઈ જોશી મારફતે નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરિયાદ પિંડાખાય ગામના માજી સરપંચ હરેશ દુદા તેજાણી સામે ફરિયાદ દાખલ કરેલી હતી જે ફરિયાદના કામમાં આરોપીએ રકમ નહિ ભરતા તથા રકમ ભરવા કોઈ કાર્યવાહી નહિ કરતા અને આરોપી સામે વોરન્ટ નીકળતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ જુનાગઢ જેલ હવાલે કરતા પી.જી.વી.સી.એલ કંપનીના લેણાની રકમ ભરપાઈ નહીં કરતા અને સમાધાન કરી રકમ નહિ ભરતા લોકો સામે વિસાવદર કોર્ટે લાલ આંખ કરતા લોકોમાં ફફડાટ મચી ગયેલ છે અને એક જ દિવસમાં ઘણા બધા કેસોમાં પી.જી.વી.સી.એલ કંપનીની રકમો જુદા જુદા આસામીઓ દ્વારા ભરપાઈ કરી આપવામાં આવેલ હતી આ કામમાં પીજીવીસીએલ કંપની તરફથી વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી રોકાયેલા હતા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image