બાલાસિનોરના જેઠોલી ગામે રાત્રિસભા યોજાઈ

બાલાસિનોરના જેઠોલી ગામે રાત્રિસભા યોજાઈ


બાલાસિનોર : બાલાસિનોર તાલુકા વહીવટી તંત્ર દ્વારા જેઠોલી ગામે રાત્રિ સભાનું આયોજન કરાયું હતું. જેમાં જેઠોલી ગામના સરપંચ દિપક પંચાલે જેઠોલી ગામના વિકાસલક્ષી તેમજ ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સભામાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર હતી. જેઠોલી ગામની મહિલાઓ દ્વારા જેઠોલી ગામમાંથી પસાર થતી નદીની સાફ-સફાઈ કરી અને તેની ચોખ્ખી કરવા માટે અધિકારીઓને રજૂઆત કરી હતી. સરપંચ દ્વારા યુવાનો માટે રમતગમતનું મેદાન બનાવવા માટેની રજૂઆત કરી હતી. સભામાં વિધવા સહાયના પ્રમાણપત્રો, વૃદ્વસહાયના પ્રમાણપત્રો અપાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »