ભાભરમાં પોલીસ દ્વારા વાહનો પર થી બ્લેક ફિલ્મપટી હટાવાઇ. - At This Time

ભાભરમાં પોલીસ દ્વારા વાહનો પર થી બ્લેક ફિલ્મપટી હટાવાઇ.


ભાભરમાં કેટલાક વાહન ચાલકો પોતાના વાહનોના કાચ પર બ્લેક ફિલ્મપટી લગાવી ફરતા હોય છે આવા વાહનોમાં કેટલીક વખત ગેરકાયદેસર પ્રવૃત્તિઓની હેરાફેરી થતી હોય છે. આજે ગુરુવારના રોજ બપોર બાદ ટ્રાફિક થી ધમધમતા વાવ સર્કલ પર ભાભર પોલીસ અને ડી.વાય.એસ.પી. ડો.અનિલકુમાર સલાર દ્વારા વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેમાં ફોર વ્હીકલ વાહનો પરથી બ્લેક ફિલ્મપટી હટાવાઇ હતી તેમજ વાહન ચાલકો પાસે સ્થળ પર જ મેમો આપીને દંડ વસૂલવામાં આવેલ પોલીસની આવી કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતાં વાહન ચાલકોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો પોલીસ ની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી આમ ભાભર હાઇવે પર પોલીસે વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરતાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો..


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.