વિજાપુર તાલુકા નું ખરોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખુદ માંદગી ના બિછાને - At This Time

વિજાપુર તાલુકા નું ખરોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખુદ માંદગી ના બિછાને


મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકાના ખરોડ ગામના લોકોના આરોગ્ય ની સુખાકારી માટે બે વર્ષ અગાઉ ખરોડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતુ આરોગ્ય કેન્દ્રમાં લોકો ને પુરતી પ્રાથમિક સારવાર મળતી નથી લેબોરેટરીમાં કોઈ ટેસ્ટ કરાતા નથી અને આટલું હોય તેમ કેન્દ્રમાં પ્રસુતિ પણ કરાવવામાં નહીં આવતી હોવાથી આશ્રેપ સાથે ગામજનો એ મુખ્ય જિલ્લા અધિકારી ને અરજી કરી કેન્દ્ર ના ડોક્ટર ની બેજવાબદારી ભયૉ વતૅન સામે કડક પગલાં ભરવા ની માંગણી કરી હતી ખરોડ ગામના આગેવાન અશ્વિનભાઈ પટેલ પૂર્વ ગામ સેવક તરીકે ઓળખાય છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ને રજૂઆત કરવામાં આવી હતી અને આરોગ્ય કેન્દ્ર માં ઓ.પી.ડી.સવાર ૯/૩૦ થી ૧૧/૦૦ કલાક સુધી ચાલું રાખશે તેમાં કોઈ પણ બીમારી ના ટેસ્ટ કરવામાં આવતા નથી અને આટલું હોય તેમને માટે તમામ ઈમરજન્સી સેવાઓ બંધ છે ઉપલબ્ધ મશીન ઉપયોગ વગર ધૂળ ખાઈ રહ્યા છે કડક પગલાં ભરવા ની માંગણી કરી હતી ગામ લોકો માટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર નાં વતૅન ના સાથે ગામજનો દ્રારા સી ડી એચ ઓને રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.