યુપીઆઈ પેમેન્ટમા જામનગર શહેરનું બસ સ્ટેન્ડ આવ્યું અવ્વલ
યુપીઆઈ પેમેન્ટમા જામનગર શહેરનું બસ સ્ટેન્ડ આવ્યું અવ્વલ
આજના યુગને ટેકનોલોજી અને ડિજિટલના જમાના તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્યના મોટાભાગના કામો હવે આંગળીના ટેરવે આવી ગયા છે. આજના મોબાઇલ યુગમાં આપણે હરણફાળ પ્રગતિ સાધી છે. ત્યારે સરકાર દ્વારા પણ આ ડિજિટલ નો ઉપયોગ કરીને વધુ સરળતાથી લોકો સુધી સેવાઓ પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં વર્ષોથી આપણે જે ST બસ મુસાફરી કરીએ છીએ તેમાં પણ હવે ડિજિટલનો યુગ આવી ગયો છે. એસટી બસમાં હવે ટિકિટ લેવા માટે છૂટાંની રામાયણ થતી નથી કારણ કે હવે બસમાં બેઠા બેઠા અને મુસાફરી દરમિયાન મોબાઇલ મારફતે તમે યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો. જેમાં જામનગર એસટી ડિવિઝન અન્ય શહેરોની સરખામણીએ અવ્વલ આવ્યું છે.
પ્રારંભિક તબક્કે આ સેવા રાજકોટ જૂનાગઢ અને જામનગર ડેપોમાં યુપીઆઈ પેમેન્ટનું શરૂઆત કરવામાં આવી છે. જામનગર એસટી વિભાગમાં સૌથી વધારે યુપીઆઈ પેમેન્ટની સગવડતાનો લાભ લેવામાં આવ્યો છે. જામનગર એસટી વિભાગના ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે છેલ્લા 1 વર્ષ થી રાજકોટ જૂનાગઢ અને જામનગરમાં ઓનલાઇન ડિજિટલ ટિકિટિંગ ઓપરેટ થાય છે.
કોઈપણ મુસાફર કે જેની પાસે રોકડ કે છુટ્ટા પૈસા ન હોઈ તો તેઓ UPI પેમેન્ટ દ્વારા ટિકિટ લઇ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે રાજકોટ ડેપો, જૂનાગઢ ડેપો અને જામનગર ડેપોમા સૌથી વધારે UPI ટ્રાન્જેકશન જામનગર ડેપોમા થાય છે. પ્રતિ દિવસ 40થી 42 હજાર રૂપિયા UPI પેયમેન્ટ દ્વારા જામનગર ડેપોમા ટ્રાન્જેકશન થાય છે. એટલું જ નહિ હજુ પણ જામનગર ડેપોમા સતત UPI પેયમેન્ટ ટ્રાન્જેકશનમા વધારો થાય છે.જેમાં હાઈસ્ટ 57 હજાર રૂપિયા રહ્યું હતું.
ST મા ડિજિટલ પેયમેન્ટ પદ્ધતિથી અનેક ફાયદા છે. જેમ કે બસમા કંડક્ટરને વધુ રોકડ સાચવવી પડતી નથી, ટિકિટના પૈસા સીધા જ ST નિગમના બેન્ક એકાઉન્ટમા જમા થઈ જાય છે. મુસાફરોને પણ છુટ્ટા પૈસા આપવાની માથાકૂટમાંથી મુક્તિ મળે છે. તો UPI પેયમેન્ટથી લોકોમા હજુ ચિંતા છે કે પેયમેન્ટ કર્યા બાદ પૈસા અટવાય જાય તો શું કરવું તે અંગે ડેપો મેનેજરે જણાવ્યું કે ડિજિટલ ટ્રાન્જેકશનમા એક કે બે ટકા કેસમા જ આવું થાતું હોઈ છે. પરંતુ મુસાફરોએ ચિંતા કરવાની જરુર નથી, જો પેયમેન્ટ નિષ્ફ્ળ જાય તો મુસાફરોને એક કે બે દિવસમા જ પૈસા પછા મળી જાય છે.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.