સુઈગામ પંથકમાં બે દિવસોથી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતો ચિંતિત - At This Time

સુઈગામ પંથકમાં બે દિવસોથી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતો ચિંતિત


બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પંથકના વિસ્તારમાં છેલ્લા બે દિવસોથી વહેલી સવારમાં ઝાકળ સાથે ઘુમ્મસભર્યું વાતાવરણમાં જોવા મળતાં આવા વાદળછાયા વાતાવરણથી રવિ પાકને નુકસાનની ભિતિ હોવાથી સરહદી પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા છે, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં હમણાં વહેલી સવારથી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે ધુમમ્સ સાથે વાદળછાયું વાતાવરણ થતાં અને કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતો ચિંતિત બન્યા હતા. હાલમાં રવિ પાકનું વાવેતર લગભગ પુરું થઈ જવા પામ્યું છે. ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા એરંડા સહિતના પાકોમાં જો વરસાદ થાય તો નુકસાનની ભિતિ સેવાઈ રહી છે.
સુઈગામ તાલુકાના મોરવાડા ગામના ખેડૂત લહેરાજી માધાજી ઠાકોરે જણાવ્યું હતું છેલ્લા બે-ત્રણ દિવસથી વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા છે તેમજ ઝાકળ પણ પડતી હોય છે અને કમોસમી વરસાદની પણ આગાહી છે,જો કમોસમી વરસાદ થાય તો રવિ પાકોમાં, બાગાયત પાકોમાં,અને ઘાસચારા સહિત ભારે નૂકશાનની ભિતી સેવાઈ રહી છે.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.