શહેરા- નાંદરવા ગામે 102 વર્ષના વૃધ્ધા નાનીબેન પટેલીયાએ કર્યુ મતદાન - At This Time

શહેરા- નાંદરવા ગામે 102 વર્ષના વૃધ્ધા નાનીબેન પટેલીયાએ કર્યુ મતદાન


પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર આજે મતદાન યોજાઈ રહ્યુ છે,ત્યારે સવારથી મતદાન કરવા મતદાન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. નાંદરવા ગામે પણ મતદાન કરવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે.મતદાનને લઈને સીનીયર સીટીજનોમા પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.નાંદરવા ગામે 102 વર્ષના વૃધ્ધા અને 95 વર્ષના ઉમર ધરાવતા સિનીયર સિટીજનોએ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમા 102 વર્ષના નાનીબેન સરદારસિહ પટેલીયા અને અન્ય 99 વર્ષના મોતીસિહે મતદાન કર્યુ હતુ.સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પણ સુરક્ષાનો કડક બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon