શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં સન્માન કાર્યક્રમ યોજાયો…………….
શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં સન્માન કાર્યક્રમ યોજાયો................
આજે શાળામાં ટ્રાફિક શાખાના પીઆઈ શ્રી જોશી સાહેબ આવ્યા હતા. તેઓએ શ્રી શશીકાંતભાઈ સોલંકીનું સન્માન કર્યું તેમજ આપણી શાળાના આચાર્યશ્રી દ્વારા જોષી સાહેબનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. આજે સ્ટાફ રૂમમાં સોલંકી સાહેબ દ્વારા કાર્યક્રમનું આયોજન થયું. જેમાં પ્રાથમિક વિભાગના નિવૃત્ત શિક્ષક શ્રી કનુભાઈ પટેલ, શિક્ષિકા શ્રીમતી સંગીતાબેન સોની તથા નગરપાલિકાના કોર્પોરેટર યતીનબેન મોદી, જાનકીબેન રાવલ, ડીકુલભાઇ ગાંધી, સાવનભાઈ દેસાઈ હાજર રહ્યા. શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે બધાનું જ સ્વાગત કર્યું અને શશીકાંતભાઈ નું સન્માન કર્યું. આજે શશીકાંતભાઈ ને શ્રી એસ.કે પટેલ પ્રાથમિક વિદ્યાલય માં તેમની નોકરીના 27 વર્ષ પુરા થયા છે.આ કાર્યક્રમમાં શાળાના તમામ સ્ટાફ મિત્રો હાજર રહ્યા. તેમને શશીકાંતભાઈ તરફથી ગિફ્ટ તરીકે પેન આપવામાં આવી. કાર્યક્રમના અંતે તેમના દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી. આભાર વિધિ શ્રી પી.જે.મહેતાએ કરી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.