સાયલાના ચોરવીરા ઉત્તર બુનિયાદી શાળામાં સાયકલ વિતરણ કરાયું. - At This Time

સાયલાના ચોરવીરા ઉત્તર બુનિયાદી શાળામાં સાયકલ વિતરણ કરાયું.


સાયલા તાલુકાના શ્રી ગ્રામ વિદ્યાલય, લોકશાળા ધજાળા સંચાલિત લાડકચંદ માણેકચંદ વોરા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે તા.17/10/22 નાં રોજ બક્ષીપંચ જાતિની કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું. સાયલા તાલુકાના ચોરવીરા, થાન ખાતે બક્ષીપંચ ધોરણ 9 માં અભ્યાસ કરતી 20 કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલનું વિતરણ કરાયું હતું. જેથી કરીને દૂરથી આવતી કન્યાઓને તકલીફ ન પડે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની કન્યાઓને આગળ અભ્યાસ માટે પ્રોત્સાહન રૂપે અને વ્યવસ્થામાં સહાય ભૂત સાયકલ ખૂબ જ ઉપયોગી છે. આયોજન ભાગરૂપે શાળાના આચાર્ય શિક્ષક શર્મિલાબેન મકવાણા, મથુરભાઈ ગોહિલ, વિનોદભાઈ મેણીયા, રતિલાલ સુમેરા જેવા શિક્ષકો એ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ...જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon