28મી ફેબ્રુઆરી 2025 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે ગાંધીધામ શહેર મધ્યે સ્થિત આદર્શ પ્રાથમિક અને માધ્યમિક શાળામા સાયન્સ ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

28મી ફેબ્રુઆરી 2025 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે ગાંધીધામ શહેર મધ્યે સ્થિત આદર્શ પ્રાથમિક અને માધ્યમિક શાળામા સાયન્સ ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું


આજે તારીખ 28મી ફેબ્રુઆરી 2025 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે ગુજરાત સરકારશ્રી માન્ય ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી મુંબઈ સંચાલિત કચ્છમિત્ર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભુજ કચ્છ ના બેનર હેઠળ ગાંધીધામ શહેર મધ્યે સ્થિત આદર્શ પ્રાથમિક અને માધ્યમિક શાળામા સાયન્સ ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્ય શ્રી મુકેશ મગનાણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ આ ક્વિઝ કોન્ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ક્વિઝ કોન્ટેક્ટ ની તૈયારી શાળાની મદદનીશ શિક્ષિકા રેખા ટાંક દ્વારા કરવામાં આવી હતી જ્યારે કાર્યક્રમ નું સંચાલન તિમિર ગોર દ્વારા કરવામાં આવ્યું હતું. ક્વિઝ માં નિર્ણાયક તરીકે ની કામગીરી સુરેશ આસલે કરી હતી.
શાળાના આચાર્યશ્રીએ ક્વિઝ કોન્ટેક્ટ માટે પ્રોત્સાહન પૂરું પાડનાર કચ્છમિત્ર લોક વિજ્ઞાન કેન્દ્ર ભુજના પ્રમુખ શ્રી જે.જે.રાવલ સાહેબ અને સંયોજક શ્રી પ્રવીણભાઈ મહેશ્વરી સાહેબ નો આભાર વ્યક્ત કર્યો હતો.


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image