સંજેલીમાં જુગાર રમતો એક ઈસમ પોલીસના હાથે ઝડપાયો - At This Time

સંજેલીમાં જુગાર રમતો એક ઈસમ પોલીસના હાથે ઝડપાયો


સંજેલીમાં જુગાર રમતો એક ઈસમ પોલીસના હાથે ઝડપાયો

સંજેલી પોલીસ મથકનો સ્ટાફ ગતપોત પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન સાંજેલી હાટ બજાર કુમાર શાળાની કોટની બાજુમાં ખુલ્લી જગ્યામાં સાહિર સલીમ શેખ રહે. ઠાકોર ફળિયામાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળી હતી. જેના આધારે તપાસમાં જતાં એક યુવક કંઇક લખતા જણાઇ આવતા તેને કોર્ડન કરી પકડી પાડ્યો હતો. તેની પાસેથી આંક ફરકના આંકડા લખેલી ડાયરી અને 240 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. સાહિર શેખની ધરપકડ કરી સંજેલી પોલીસે તેની સામે જુગારનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.