રાજકોટ શહેર સ્માર્ટ સીટી એરિયામાં લાઈટહાઉસની મુલાકાત લેતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.
રાજકોટ શહેર તા.૪/૭/૨૦૨૨ ના રોજ દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સ્માર્ટ સીટી એરિયામાં નિર્માણ પામી રહેલ લાઈટ હાઉસ પ્રોજેકટની પ્રગતિની ડ્રોનથી નિરીક્ષણ કરી સમીક્ષા કરશે. જેના અનુસંધાને આજે તા.૪/૭/૨૦૨૨ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ સ્થળ મુલાકાત કરી હતી. લાઈટ હાઉસ પ્રોજેટક હેઠળ ૧૧ ટાવરમાં કુલ-૧૧૪૪ ફ્લેટ બનાવવામાં આવેલ છે. જેનું હાલ રંગ-રોગાન અને ફિનિશીંગનું કામ ચાલુ છે. કમિશનરશ્રી આ પ્રોજેક્ટનું કામ ચાલુ માસના અંત સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત રૈયા રોડ સાઈડ રોડ લેવલ નું ડિફરન્સ દૂર કરવા અને કમ્પાઉન્ડ વોલનું કામ ઝડપી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. તેમજ આવાસ યોજનાના પ્લોટને અલગ પાડવા માટે અને સેપરેશન વોલનું કામ ઝાડપીથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ સ્થળ વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનરશ્રી એ.આર.સિંહ, સીટી એન્જી. શ્રી એચ.યુ.ડોઢિયા, શ્રી વાય.કે.ગૌસ્વામી અને કેન્દ્ર સરકારના એન્જી.શ્રી અભિષેક વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.