આજે વરલ ગામેથી ડોક્ટર ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી લેતી ભાવનગર એસ ઓ જી પોલીસ ટીમ - At This Time

આજે વરલ ગામેથી ડોક્ટર ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી લેતી ભાવનગર એસ ઓ જી પોલીસ ટીમ


ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર શહેર જીલ્લામાં ડીગ્રી વિના દવાખાના ખોલી. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય.

જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.બી.ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે ભાવનગર જિલ્લાના વરલ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ જય બાળનાથ ક્લિનીકથી કલ્પેશભાઇ બાબુભાઇ વાધેલા ઉ.વ.૨૨ રહે- ગામ રાજપરા સ્ટેશન વિસ્તાર, તા.તળાજા, જી- ભાવનગર વાળા ડોકટર ન હોવા છતા ડોકટર તરીકે દવાખાનુ ખોલી, લોકોને પોતે ડોકટર હોવાનું જણાવી, એલોપેથી દવાઓની સારવાર કરી, જે સારવાર પેટે લોકો પાસેથી પૈસા પડાવી, લોકો સાથે ઠગાઇ, વિશ્વાસઘાત કરી, પોતે આપેલી દવાઓથી લોકોને વ્યથા અને મહાવ્યથા તથા સ્વાસ્થ્યને નુકશાન થવાની જાણ હોવા છતા બેદરકારી ભર્યુ કૃત્ય આચરી વગર ડીગ્રીએ મેડીકલ પ્રેકટીશ કરી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો તથા ફી પેટે દર્દી પાસેથી લીધેલ રોકડા રૂપિયા ૩૯૦/- સહિતના મુદ્દામાલ સાથે મળી આવતા તેના સામે ઇ.પી.કો.ક. ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૩૩૬, ૩૩૮, તથા મેડીકલ પ્રેકટીશનર એકટની કલમ ૩૦ મુજબની કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ મુકેશભાઇ સજાભાઇ પરમારે શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે, અને આગળની તપાસ શિહોર પોલીસ ચલાવી રહી છે.

* પકડાયેલ આરોપી:- કલ્પેશભાઇ બાબુભાઇ વાધેલા ઉ.વ.૨૨ ધંધો-દાકતરી પ્રેકટીસ રહે- રાજપરા સ્ટેશન વિસ્તાર તા.તળાજા, જી.-ભાવનગર

કબજે કરેલ મુદામાલ – અલગ અલગ મેડીકલ દવાઓ તથા મેડીકલ સાધનો તથા રોકડા રૂપિયા સહિત કુલ રૂ.૨૪૨૩૮/-

કામગીરી કરનાર પોલીસ સ્ટા

એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.બી.ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ જે.આર.મારૂ તથા પોલીસ કોન્સ. મુકેશભાઇ પરમાર તથા હારિતસિંહ ચૌહાણ, તથા ડ્રા.હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ સરવૈયા જોડાયા હતા.
રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.