બોટાદ જિલ્લામાં કુલ 1 લાખ 90 હજાર હેક્ટરમાં વાવેતર: ગત બે વર્ષની સરખામણીએ 2 હજાર હેક્ટરમાં વાવેતર વધ્યું
બોટાદ જિલ્લામાં કુલ 1 લાખ 90 હજાર હેક્ટરમાં વાવેતર: ગત બે વર્ષની સરખામણીએ 2 હજાર હેક્ટરમાં વાવેતર વધ્યું
આ વર્ષે જિલ્લામાં કપાસનું વાવેતર વધ્યું, ગઢડામાં સૌથી વધુ 53,388 હેક્ટરમાં કપાસનું વાવેતર
બોટાદ જિલ્લામાં કુલ મગફળીનું વાવેતર 14,245 હેક્ટરમાં નોંધાયું, મગફળીમાં 8,346 હેક્ટરમાં વાવેતર સાથે જિલ્લામાં બોટાદ તાલુકો મોખરે
માહિતી બ્યુરો, બોટાદ: જૂન મહિનાથી ચોમાસાનું આગમન થયા બાદ તબક્કાવાર બોટાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી ચૂક્યા છે. ત્યારે જિલ્લાના ખેડૂતો દ્વારા પુરજોશમાં વાવણી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ વાવેતર 1,88,049 હેક્ટરમાં થયું હતું. જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 1,90,076 હેક્ટરમાં વાવેતર થઈ ચુક્યુ છે. જે સરેરાશ કરતા 2,027 હેક્ટર વધુ થવા પામ્યું છે.
વર્ષાઋતુના આગમન સાથે ધરતીપુત્રો વાવણી કરવાના શ્રી ગણેશ કરતા હોય છે. ચોમાસુ વાવેતરમાં મુખ્યત્વે કપાસ, બાજરી, મકાઈ, મગ, મઠ, અડદ, મગફળી અને શાકભાજીનું વાવેતર થતું હોય છે. બોટાદ તાલુકામાં કુલ 56,506 હેક્ટરમાં વાવેતર, બરવાળા તાલુકામાં 25,784 હેક્ટર, ગઢડા તાલુકામાં 66,355 હેક્ટરમાં જ્યારે રાણપુર તાલુકામાં કુલ 41,431 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.
જેમાં મુખ્યત્વે ગઢડા તાલુકામાં 53,388 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે બોટાદ તાલુકામાં 42,726 હેક્ટરમાં કપાસનું વાવેતર, રાણપુરમાં 35,358 હેક્ટરમાં અને બરવાળા તાલુકામાં 18,979 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર નોંધાયું છે. બોટાદ જિલ્લામાં કુલ 1,50,451 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.
બોટાદ જિલ્લામાં કુલ મગફળીનું વાવેતર 14,245 હેક્ટરમાં નોંધાયું છે. મગફળીમાં 8,346 હેક્ટરમાં વાવેતર સાથે જિલ્લામાં બોટાદ તાલુકો મોખરે છે. મગફળીનું સૌથી ઓછું વાવેતર બરવાળા તાલુકામાં 135 હેક્ટર નોંધાયું છે. ચારેય તાલુકામાં કુલ શાકભાજીનું વાવેતર 2,050 હેક્ટરમાં થયું છે. જ્યારે ઘાસચારાનું કુલ વાવેતર 15,902 હેક્ટરમાં થયું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખેડૂતોએ મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર કર્યુ છે
તાલુકા વાઈઝ ચોમાસુ પાકનું વાવેતર ( હેક્ટરમાં)
ક્રમ તાલુકો કુલ કપાસ મગફળી તલ ઘાસચારો
1 બોટાદ 42726 8346 1990 1660
2 બરવાળા 18979 135 603 5910
3 ગઢડા 53388 5251 2285 4642
4 રાણપુર 35358 513 1104 3690
કુલ 150415 14245 5982 15902
Report, Nikunj chauhan botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.