માધવપુર ખાતે ટ્રાફિક પોલીસ અને માધવપુર પોલીસ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time

માધવપુર ખાતે ટ્રાફિક પોલીસ અને માધવપુર પોલીસ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો


ટ્રાફિકના નિયમોની પત્રિકાનું વિતરણ, વાહનો માં ટ્રાફિક સ્લોગન લખેલ સ્ટીકર અને રીફલેકટર્સ લગાડેલ

ગોસા(ઘેડ)તા.૨૬/૦૧/૨૦૨૫ પોરબંદર જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં. નેશનલ હાઇવે ઉપર પસાર થતા રહેદારીઓ, વાહન ચાલકો આમ જનતાને વાહન અકસ્માત થી કઈ રીતે બચી શકાય અને અકસ્માત થતા અટકાવવા માટેના ઉપાય અંગે સમજ આપવા પોરબંદર જિલ્લા પોલીસ માર્ગ સલામતી માસની ની ઉજવણી અંતર્ગત જુદા જુદા અલગ અલગ જગ્યાએ ટ્રાફિક અવરનેશ, અભિયાન ચલાવી રહી છે.
પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબના ઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પરવાહ (CARE) રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન- ૨૦૨૫ ચાલુ છે,જે અંતર્ગત પોરબંદર ટ્રાફિક પોલીસ પી.એસ.આઇ. બી.કે. ચૌહાણ તથા તેમની ટીમ અને માધવપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આ ઈ .એ. એ. ડોડીયાની ટીમના સંયુક્ત ઉપક્રમે પોરબંદર- સોમનાથ નેશનલ હાઇવે રોડ પર આવેલા માધવપુર ખાતે ગુંદાળી ચેક પોસ્ટ તથા મોટા ઝાપા ખાતે
ગઈ કાલે ટ્રાફિક પોલીસ તથા માધવપુર પોલીસના સંયુક્ત ઉપક્રમે માધવપુરના ગુંદાળી ચેકપોસ્ટ તથા મોટા ઝાંપા પાસે વાહનચાલકો તથા નાગરિકોમાં ટ્રાફિક નિયમો લખેલ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ હતું અને વાહનોમાં ટ્રાફિક સ્લોગન લખેલ સ્ટીકર્સ લગાવેલ તેમજ રિફલેકટર્સ વિનાના વાહનોમાં રિફલેકટર્સ લગાવવામાં આવેલ હતા તેમજ દરેક વાહનચાલકો તથા નાગરિકોને ટ્રાફિક નિયમો નું અવશ્ય પાલન કરવા જણાવવામાં આવેલ હતુ..
આ કામગીરીમાં ટ્રાફિક શાખા ના પી. એસ. આઈ. કે. બી. ચૌહાણ તથા તેમની ટીમ તથા માધવપુર પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ.એ. એ. ડોડીયા, હેડ કોન્સ.ચંદ્રેશભાઈ તથા પો.કોન્સ.અનીલભાઈ વિગેરે જોડાયા હતા.
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image