કવિ શ્રી બોટાદકર કૉલેજમાં સ્વામી વિવેકાનંદ યુવા સપ્તાહનો પ્રારંભ
(કનુભાઈ ખાચર દ્વારા )
વિશ્વગુરુ વિવેકાનંદની જયંતિને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે,ત્યારે સ્વામી વિવેકાનંદની ચરણરજથી પાવન થયેલી બોટાદની ધરા પર શિક્ષણની જ્યોતિર્ધર સંસ્થા એવી કવિ શ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં યુવાધનને પ્રેરણા મળે એ હેતુથી "સ્વામી વિવેકાનંદ યુવા સપ્તાહ"ની ઉજવણી અંતર્ગત તા.૧૩/૦૧ થી તા.૨૨/૦૧ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૫/૦૧ના રોજ ડૉ. બી.વી. મારૂ, ડૉ. વી.એમ.બથવાર અને પ્રા. વૈશાલીબહેન દવે દ્વારા મનનીય પ્રેરક ઉદ્બોધન કરવામાં આવશે.ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે દરરોજ અલગ અલગ વક્તૃત્વ સ્પર્ધા, એસાઇનમેન્ટ પ્રેઝન્ટેશન, આદર્શ વાંચન તેમજ બૂક રિવ્યુ,પ્રશ્નોત્તરી તથા પ્રતિભાવ વગેરેનું આયોજન કરેલ છે. સમગ્ર કાર્યક્રમ કૉલેજનાં ઉત્સાહી અને વિદ્યાર્થીપ્રિય આચાર્ય ડૉ.અનિરુદ્ધસિંહ મકવાણાના માર્ગદર્શન હેઠળ કૉલેજ સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.