દામનગર આલે લે એક માસ પહેલા ૩૩ લાખ ના ખર્ચે બનેલ આર સી સી રોડ ઉખડવા નું શરૂ
દામનગર શહેર ની નગરપાલિકા દ્વારા બનાવેલ આર સી સી રોડ ઠેર ઠેર ઉખડવા લાગ્યો એક માસ પહેલા જિલ્લા ભાજપ પ્રમુખ ની ઉપસ્થિતિ માં પાલિકા શાસકો એ જોરશોર થી ફોટો સેશન કરી આર સી સી રોડ નું ખાતમહુર્ત કર્યું હતું સ્વર્ણિમ જ્યંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના ની યુડીપી -૮૮ વર્ષ ૨૦૨૧/૨૨ હેઠળ એક માસ પહેલા જૂની ટોકીઝ થી ગરનાળા સુધી ના ૩૩.૧૬૦૦૦ ના ખર્ચે બનેલ સી સી રોડ એકાએક એક મહિના માં ઉખડી રહ્યો છે આ સીસી રોડ માં વપરાયેલ માલ સમાન નું પરીક્ષણ ટેસ્ટીગ લેબોટરી કરાવે તે પહેલાં સી સી રોડ ઉખડવા નું શરૂ થઈ ગયું શુ સિમેન્ટ નબળી હશે ? કે પછી પાણી પાવા નું ભુલાયું હશે ? તેત્રીસ લાખ થી વધુ ના ખર્ચે બનેલ આર સી સી રોડ બન્યા ના એકમાસ માં એકાએક કેમ ઉખડવા લાગ્યો આ રોડ માં વપરાયેલ માલ સમાન નું ગુણવત્તા અને મોનિટરીગ કોણ ? કમ્પ્લીશન સર્ટી કોણે ક્યારે આપ્યું ? કામકરતી એન્જસી ની ડિપોઝીટ જમા છે કે ચૂકવી દેવાય ? આ રોડ ની ગુણવત્તા ન હોય તો ફરી બનશે કે રીપેર કરાશે ? આવા અનેક સવાલો શહેરીજનો પૂછી રહ્યા છે આ આર સી સી રોડ એકાએક વાયબ્રન્ટ વિકાસ અંગે પાલિકા તંત્ર ની કોઈ જવાબદારી છે કે નહીં ?
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.