ઓસી એજ્યુકેશન એન્ડ માઇગ્રેશન અમદાવાદ દ્વારા ઓસ્ટ્રેલિયાના KOI ઇન્સ્ટિટ્યૂટના ડીન ડગ હિંચલિફ સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

ઓસી એજ્યુકેશન એન્ડ માઇગ્રેશન અમદાવાદ દ્વારા ઓસ્ટ્રેલિયાના KOI ઇન્સ્ટિટ્યૂટના ડીન ડગ હિંચલિફ સાથે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.


તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ અમદાવાદના તાજ હોટલ ખાતે ઓસી એજ્યુકેશન એન્ડ માઇગ્રેશન દ્વારા ઓસ્ટ્રેલિયાથી ખાસ પધારેલા ડગ હિંચલિફ કે જેઓ ભારતમાં આવી રહ્યા છે તેઓ ઓસ્ટ્રેલિયાની જાણીતી ઇન્સ્ટિટ્યૂટ KOI (કિંગ્સ ઑન ઇન્સ્ટિટ્યૂટ)ના નામથી પ્રચલિત છે તેના ડીન છે.

ગુજરાતના યુવાનોને ઓસ્ટ્રેલિયા માં ભણવા અને આગળ કઈ રીતે વધી શકાય તે બાબતની જાણકારી આપવા માટે ખાસ આવ્યા હતા.

ઓસી એજ્યુકેશન એન્ડ માઇગ્રેશન અમદાવાદ ખાતેની એક એવી સંસ્થા છે કે જે ગુજરાત ના વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા માં ભણવા અને આગળ વધવા માટે મદદ કરે છે.

ઓસી એજ્યુકેશન એન્ડ માઇગ્રેશનએ વિદેશી શિક્ષણ અને સ્થળાંતર સલાહકાર તરીકે સ્થાપિત રજિસ્ટર્ડ કંપની છે

કે જેઓ ઓસ્ટ્રેલિયાની વિવિધ ઉચ્ચ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ/કોલેજોમાં દર વર્ષે ગુજરાતના ઘણાં આશાસ્પદ વિદ્યાર્થીઓને મોકલી રહ્યા છે.

હાલમાં વિદેશી દેશોમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે વધતી જતી હોય છે ત્યારે ઓસી એજ્યુકેશન એન્ડ માઇગ્રેશનએ વિવિધ દેશોમાં ઘણી કોલેજો અને યુનિવર્સિટીઓના સત્તાવાર પ્રતિનિધિઓ છે.

વિદેશી શિક્ષણ પ્રણાલીના વ્યાપક જ્ઞાન અને અનુભવ સાથે, જેઓ માને છે કે તમને યોગ્ય સેવા અને સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.

ઑસી એજ્યુકેશનના ફાઉન્ડર અને સી.ઈ.ઓ સત્યા શુક્લાએ કહ્યું કે અમે વિદ્યાર્થીઓને શક્ય શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને, અમે વ્યક્તિગત સંપર્ક સાથે સંમત સમયમર્યાદામાં અમારા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. અમે એ કહીને ગર્વ અનુભવીએ છીએ કે અમારા પ્રામાણિક અને વાસ્તવિક અભિગમે અમને અમારા વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવામાં અને અત્યાર સુધી જે તમામ કેસમાં લગભગ 100% સફળતા દર હાંસલ કરવામાં મદદ કરી છે.

ઑસી એજ્યુકેશનના ડાયરેક્ટર સુહાગ બારોટે જણાવ્યું હતું કે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરવી એ આર્થિક અને ભાવનાત્મક રીતે એક મોટો નિર્ણય છે.

યોગ્ય નિર્ણય લેવા માટે પર્યાપ્ત સમય અને પ્રયત્નોનું રોકાણ કરવું હિતાવહ છે. અમે તેને તમારા સમયને યોગ્ય બનાવવા માટે અહીં છીએ. અમારા નિષ્ણાત કાઉન્સેલર્સ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમારો હાથ પકડીને તમને દરેક પગલામાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.

આજરોજ અમદાવાદના તાજ હોટલ ખાતે ગુજરાતમાં કાર્ય કરતાં ઓસ્ટ્રેલિયા અને બીજાં દેશોમાં બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી ઉચ્ચ ભણતર માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેમાં મદદ કરનાર અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ ઓસ્ટ્રેલિયાથી પધારેલા KOI ઇન્સ્ટિટ્યૂટના ડીન ડગ હિંચલિફને રૂબરૂ મળી માર્ગદર્શન મેળવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા ઓસી ઇન્સ્ટિટ્યૂટ ના સી.ઈ.ઓ સત્યા શુક્લા, ડિરેકટર સુહાગ બારોટ અને તેમની ટિમનું સરાહનીય કાર્ય રહ્યું હતું.

વિશાલ બગડિયા
99258 39993


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.