જસદણ તેમજ આજુબાજુના વિસ્તારોમાં કુલ 4000 વૃક્ષોનું વાવેતર થયું
જસદણ તેમજ આજુબાજુના વિસ્તારમાં સેવા એનર્જીના આર્થિક સહયોગ દ્વારા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ અંતર્ગત આરોહણ પ્રોજેક્ટ હેઠળના ગામોમાં લોકજાગૃતિ અને લોક ભાગીદારી શ્રમદાન થકી જાહેર જગ્યા, મંદિર, આશ્રમો, ડુંગર, સ્મશાન, શાળા, માતાજીના મઢ તેમજ વિવિધ સ્થળોએ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દરેક ગામના સરપંચો, ઉપસરપંચો, સમિતિના સભ્યો, શાળા પરિવાર તેમજ ગામના આગેવાનોએ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમ સામાજિક વન વિભાગ નવા ચોટીલા અને વિવેકાનંદ નર્સરી વન વિભાગની જસદણ ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અને ભવિષ્યમાં આ વૃક્ષોની કાળજી રાખી ઉછેર થાય તેની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.