હાલ પાલિકા ગેરકાયદેસર ચિકન મટનની દુકાનો સિલ કરી , - At This Time

હાલ પાલિકા ગેરકાયદેસર ચિકન મટનની દુકાનો સિલ કરી ,


વડોદરા શહેરમાં 1500 જેટલી ચિકન - મટનની દુકાનો છે . હાલ પાલિકા ગેરકાયદેસર ચિકન મટનની દુકાનો સિલ કરી રહી છે . તેની વચ્ચે આજે સંગઠને માગણી કરી છે કે કોર્પોરેશન દ્વારા જે પરવાના મંજુર કરાયા નથી તેને વહેલી તકે રિન્યુ કરાવવામાં આવે . અને નવા પરવાના મેળવવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે અને સાથે જ જ્યાં સુધી પરવાના રિન્યુ કરવામાં ન આવે ત્યાં સુધી દુકાનો ચાલુ રાખવા દેવામાં આવે તેવી માગણી કરાઈ છે . તેની પાછળ પ્રતિ દુકાનમાં 3 પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે અને તેમાં બંધ કરાવી દેવાતા પરિવારોની આવક પર સીધી અસર થાય છે . જે બાબતો મુદ્દે પાલિકા દ્વારા જે કાર્યવાહી કરાઈ રહી છે તેમાં લોકોની રોજગારીને ધ્યાનમાં રાખી આગામી નિર્ણયો લેવામાં આવે તેવી અપેક્ષા પણ મુસ્લિમ સમાજે વ્યક્ત કર્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.