આણંદમાં ઉમેદવારી કરવા સમયે માત્ર ત્રણ જ વાહનો ચૂંટણી અધિકારીની કચેરી એરિયામાં પ્રવેશ - At This Time

આણંદમાં ઉમેદવારી કરવા સમયે માત્ર ત્રણ જ વાહનો ચૂંટણી અધિકારીની કચેરી એરિયામાં પ્રવેશ


આણંદમાં ઉમેદવારી કરવા સમયે માત્ર ત્રણ જ વાહનો ચૂંટણી અધિકારીની કચેરી એરિયામાં પ્રવેશ મેળવી શકશે

વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-2022 અંતર્ગત આણંદ જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બર 2022 ના રોજ મતદાન થનાર છે. ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પરીપત્ર અનુસાર ઉમેદવારી કરતી વખતે ચૂંટણી અધિકારીના કાર્યાલય ઉપર ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં વાહનો તથા તેમના સમર્થકો લાવવામાં આવતા હોવાના કારણે ઓવર ક્રાઉડીંગની સમસ્યાના નિવારણ માટે તથા કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જતી હોય છે. જેને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતકી વ્યાસે કેટલાક હુકમ કર્યા છે.
ઉમેદવાર સહિત કુલ પાંચ જ વ્યકિતઓ પ્રવેશી શકશે
મહત્વનું છે કે, ચૂંટણી અધિકારીની કચેરીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતકી વ્યાસે કેટલાક હુકમ કર્યા છે. જે મુજબ ઉમેદવારી કરતી વખતે ઉમેદવાર, વિવિધ રાજકીય પક્ષો કે રસ ધરાવતા જૂથો દ્વારા લાવવામાં આવતા વાહનો પૈકી ફકત ત્રણ જ વાહનો ચૂંટણી અધિકારીની કચેરીની 100 મીટરની ત્રિજયામાં પ્રવેશને પાત્ર રહેશે. જયારે ઉમેદવારી કરતી વખતે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારીના રૂમમાં ઉમેદવાર સહિત દરખાસ્ત મૂકનાર, ટેકેદાર સહિત અન્ય ચાર એટલે કે ઉમેદવાર સહિત કુલ પાંચ જ વ્યકિતઓ પ્રવેશી શકશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon