અમરેલી લોકસભાની બે વિધાનસભા બેઠકો કોંગ્રેસ પક્ષ કોળી સમાજને ફાળવે તેવી રજૂઆત કરવામાં આવી
તમામ 7 સીટોના કોળી સમાજ આગેવાનોએ પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને કરી રજૂઆત અમરેલી સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં કોળી સમાજે કરી ટીકીટની રજૂઆત અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઋત્વિકભાઈ મકવાણા નું સમાજના આગેવાનોએ ઉમળકાભેર પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર અમરેલી જિલ્લા તથા ભાવનગર જિલ્લાના મહુવા તથા ગારીયાધાર વિધાનસભાના કોળી સમાજના અગ્રણીઓની મોટી સંખ્યામાં મીટીંગ મળી હતી અને કોળી સમાજે એકી અવાજે અમરેલી લોકસભામાં બે ટિકિટો કોળી સમાજને ફાળવવા બાબત રજૂઆત કરી હતી આ લોકસભામાં તમામ સાત વિધાનસભા સીટો પર ઓછામાં ઓછા 40 000 થી 45000 હજાર મત કોળી સમાજના છે જેમાં ધારી બગસરા વિધાનસભામાં 55000 મત તથા રાજુલા વિધાનસભામાં 68,000 મત તથા મહુવા વિધાનસભામાં 70000 મત તેમજ ગારીયાધાર વિધાનસભામાં 65000 મત કોળી સમાજના એમ કરી સમગ્ર લોકસભામાં 3.20 લાખ કોળી સમાજના મત હોય અને કોળી સમાજને બે સીટ કોંગ્રેસ પક્ષ ફાળવે તો આ વખતે સમાજ કોંગ્રેસને સમર્થન કરવા તૈયાર છે તેમજ તમામ સીટોના આગેવાનોએ આંકડા સહીત વિગતવાર રજૂઆત ઋત્વિકભાઈ મકવાણાને કરવામાં આવી હતી અને રૂત્વિકભાઈ મકવાણા દ્વારા સમાજનો સંદેશ પક્ષ સુધી પહોંચાડવાની ખાત્રી પણ આપી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.