International Democracy Day: આજે લોકશાહી દિવસની વિશ્વભરમાં થઈ રહી છે ધામધૂમપૂર્વક ઉજવણી - At This Time

International Democracy Day: આજે લોકશાહી દિવસની વિશ્વભરમાં થઈ રહી છે ધામધૂમપૂર્વક ઉજવણી


15 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુએન હંમેશા મનવ અધિકારો અને વિકાસના એજન્ડા પર કાર્ય કરે છે. તેથી યુએન જનરલ એસેમ્બલીએ 8 નવેમ્બર,2007ના રોજ 15 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. વિશ્વના 56 દેશોએ લોકશાહી શાસન પ્રણાલિ અપનાવી છે. જેમાં ભારત, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઈઝરાયલ, ઈંગ્લેન્ડ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ વગેરેનો સમાવેશ થાય છે. વાંચો આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ સંદર્ભે ભારતમાં કરવામાં આવતી ઉજવણી વિશે
ભારતને લોકશાહીની માતા ગણવામાં આવે છે. વડાપ્રધાન વારંવાર ભારપૂર્વક જણાવે છે કે લોકશાહી આપણી ભાવનામાં અને નસોમાં વહે છે. ભારતયી સંસદના બંને ગૃહો 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન પાંચ દિવસીય વિશેષ સત્ર માટે તૈયાર છે. અમૃતકાળમાં સંસદમાં પરિણામલક્ષી ચર્ચાઓ કરવામાં આવશે.

લોકશાહી એટલે શું? આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસએ લોકશાહીના અર્થને વ્યાપક પ્રમાણમાં ઉજાગર કરે છે. લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો માટે અને લોકોનું શાસન. લોકશાહી માનવ અધિકારોના રક્ષણ સંદર્ભે રચાયેલી પ્રણાલિ છે. લોકશાહી નાગરિક, સમાજ અને રાજકીય વર્ગના સંબંધો પર આધારિત છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.