ઉમરાળા ખાતે સામાજીક સમરસતા શિબિર યોજાઈ
ઉમરાળા ગામે તાલુકા પંચાયત કચેરી સભાખંડ ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ના અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા ઉમરાળા ખાતે સામાજીક સમરસતા શિબિર યોજાઈ તાલુકાના અધિકારી અને પદાધિકારીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શિબિર પ્રારંભ કરવામા આવ્યો સ્વાગત પ્રવચન સતકર્મ ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શશીકાંત ભોજ એ કર્યું અને ઉપસ્થિત મહેમાનોનું પુસ્તિકાથી સ્વાગત સન્માન કરવામાં આવ્યુ આ શિબિરમાં તા.પં.પ્રમુખ પ્રતિનિધિ મોહનભાઈ માંગુકિયા,જીલ્લા સામાજીક ન્યાય સમિતિ ચેરમેન પ્રતિનિધિ સી.એમ.ભોજ તા.સામાજીક ન્યાય સમિતિ ચેરમેન હરિભાઈ સંદરવા,નાયબ નિયામક દિપક ભોજગોતર,મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી મહાવીરસિંહ રાણા,એટીડીઓ વિરાશભાઈ,સમાજ કલ્યાણ નિરીક્ષક સુ.તૃષાબેન નૈયા,એડવોકેટ પ્રકાશભાઈ ડાભી,સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી સામાજીક સમરસતા વિશે માર્ગદર્શન આપ્યુ હતુ આ શિબિરમાં ઉમરાળા તાલુકા માંથી અનુસૂચિત જાતિના લોકો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને શિબિરનો લાભ લીધો હતો
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે
