ભાભર રામજી મંદિર ખાતે રામ પારાયણ નવાન્હની પુર્ણા હુતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cv6cauu7ru2kzyj4/" left="-10"]

ભાભર રામજી મંદિર ખાતે રામ પારાયણ નવાન્હની પુર્ણા હુતી


(રામજી મંદિર ખાતે71 વર્ષથી સતત રામ પારાયણ નું પઠન અવિરત થાય છે)

ભાભર રામજી મંદિર વૈષ્ણવ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક કાર્યક્રમો નું આયોજન હાથ ધરાય છે જેમાં કૃષ્ણ જન્મોત્સવ, રામ જન્મોત્સવ, નવરાત્રી ,જળ ઝીલણી મહોત્સવ. ની સાથે ભાદરવા સુદ એકમથી નવ દિવસ સુધી નગરજનો બહેનો ભાઈઓ ભક્તિ ભાવપૂર્વક રામકથાના દોહા ચોપાઈ છંદ સ્તુતિનું પઠન કરે છે,
દસમા દિવસે પુર્ણાહુતી થાય છે, કથા દરમિયાન વિવિધ પ્રસંગો ઉજવાય છે, ભાદરવા સુદ અગિયારસના દિવસે રામજી મંદિર થી ઠાકોરજી ભગવાનના નો ભવ્ય વરઘોડો યોજાય છે, જેમાં સમસ્ત નગરજનો તથા બહારગામ થી ભાવિ ભક્તો જોડાય છે અને વડ તળાવના સ્થળે ભગવાન ઠાકોરજી ની સ્નાન વિધિ થાય છે, ત્યારબાદ ઉછામણી બોલીને ભક્તજનો તેમના ઘરે ભગવાનની પધરામણી કરાવે છે, પાંચ સ્થળે પધરામણી બાદ ભગવાન નીજ મંદિરે પધારે છે અને પ્રસાદ આરતી યોજાય છે, વરઘોડામાં વિવિધ કાર્યક્રમો યોજાય છે અને મોટી સંખ્યામાં ભક્તજનો જોવા મળે છે
આ વર્ષે કટાવધામ થી સંત પૂજ્ય જય રામદાસ બાપજી નાં સાનિધ્યમાં રામ કથા પઠન યોજાયેલ,
વૈષ્ણવ ટ્રસ્ટના ટ્રસ્ટી પોપટલા લ અખાણી એ રામજી મંદિર ની ધાર્મિક પ્રવૃત્તિ બાબતે જાણકારી આપી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]