સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર મહિલા કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા.
સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત દર વર્ષે તા.૦૮ માર્ચના રોજ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની” ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ધ્યેય મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવાનો છે. જેના ભાગરૂપે આજ રોજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ.જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી,અરવલ્લી દ્વારા જીલ્લા પંચાયત ખાતે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની” ની ઉજવણી કાર્યક્રમ આયોજિત થયો.જેમાં નિયામકશ્રી અને ઇન્ચાર્જ અધિક નિવાસી કલેકટરશ્રી આર.એન કુચારા,નાયબ જીલ્લા વિકાસ અધિકારી શ્રી કૃપાલી મિસ્ત્રી આંતરિક અન્વેષણ અધિકારીશ્રી ઉપસ્તિત રહ્યા હતા .
સમગ્ર ગામમાં દેખીતી રીતે સ્વચ્છતા જાળવી રાખવા અને પંચાયતમાં ૧૦૦% શૌચાલયનું નિર્માણ અને ઉપયોગ હાંસલ કરવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તાલુકા દીઠ (૧) એક શ્રેષ્ટ મહિલા સરપંચશ્રીઓ (૨) શ્રેષ્ટ સ્વચ્છતા કાર્યકર (ઓફીસ પરિસર) શ્રેષ્ટ સ્વ સહાયક જૂથ(૩) (SHG) શ્રેષ્ટ સ્વચ્છાગ્રાહી -કુદરતી નેતા (૪) શ્રેષ્ટ (૫) સ્વચ્છતા કાર્યકર (પંચાયત સ્થળ) તમામને સન્માન પત્ર એનાયત કરીને તેમની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી.
તેમજ તેઓના ,મહિલા તરીકે તેમને કરેલ શ્રેષ્ટ કામગીરીના અનુભવોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું તેની સાથે સહભાગી થયેલ તમામ મહિલાઓએ સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત કરવાની થતી કામગીરી ઘરે થી જ સુકો અને ભીનો કચરો અલગ કરવો અને કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા તેમજ સ્વચ્છતા વિષયક કેવી રીતે IEC કરી શકાય તે અંગે વિડીયો અને ટૂંકી ફિલ્મ મારફતે તમામ મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
