શહેરા નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ
શ્રેષ્ઠ સફાઈ કામદારને તથા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
પંચમહાલ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિના અવસરને સમગ્ર દેશમાં "સ્વચ્છ ભારત દિવસ" તરીકે ઉજવણી કરવાની હાંકલને અનુસરી શહેરા નગરપાલિકા દ્વારા "સ્વચ્છતા હી સેવા" પખવાડિયા અંતર્ગત સ્વચ્છ ભારત દિવસની આજે તા. ૨ જી ઓકટોબરના રોજ શહેરા ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શહેરા નગરપાલિકાના પ્રમુખશ્રીના હસ્તે શહેરાના શ્રેષ્ઠ સફાઇ કામદારને શિલ્ડ (એવોર્ડ), શ્રેષ્ઠ સફાઇ કામદાર પ્રમાણપત્ર અને રૂ.૧૦ હાજરનો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ હેઠળ આયોજીત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત હાથ ધરવામાં આવેલ IEC એક્ટિવિટી અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવનાર પી.એમ.શ્રી પાલિખંડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ભાવિનાબેન પગીને શિલ્ડ(એવોર્ડ) અને પ્રમાણપત્, દ્વિતીય ક્રમાંકે આવનાર રાજેશ્રીબેન ખાંટ અને તૃતીય ક્રમાંકે આવનાર પિનલબેન બારીઆને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ શ્રી શારદામંદિર હાઈસ્કૂલમાં યોજાયેલ યોગ શિબિર દરમ્યાન યોગમાં ભાગ લેનાર શાળાની વિદ્યાર્થિની પ્રાશીબેન દરજીને શિલ્ડ(એવોર્ડ) અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેરા નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી, સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર તથા નગરપાલિકાના સ્ટાફગણ અને સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ. વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.