સુઈગામ: કટાવ ધામ ખાતે વિધાનસભના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ભોજનાલય નું ઉદ્ઘાટન કરાયું.. - At This Time

સુઈગામ: કટાવ ધામ ખાતે વિધાનસભના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ભોજનાલય નું ઉદ્ઘાટન કરાયું..


સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ કટાવ ધામ ખાતે પૂ.ખાખીજી મહારાજની 113મી પુણ્યતિથિ નિમિતે શનિવારથી ત્રિદિવસીય પંચકુંડી યજ્ઞનો પ્રારંભ કરાયો છે,જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ હાજરી આપી હતી,અને નવીન ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.
પૂ.ખાખીજી મહારાજની તપોભૂમિ એવા નાનકડું કટાવ ધામ આજે મીની અયોધ્યા તરીકે પ્રખ્યાત છે,જ્યાં પૂ.મોરારીબાપુ અને પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા એ રામ કથા કરી છે,125 વર્ષની આયુ સુધી જેમણે આંબલી ની ડાળે જટા બાંધી તપશ્રયા કરી કટાવને એક પાવન તીર્થ બનાવનાર પૂ.ખાખીજી મહારાજની 113મી પુણ્યતિથિ નિમિતે શનિવારે વિશ્વશાંતિ માટે ત્રિદિવસીય પંચકુંડી યજ્ઞનો શુભારંભ કરાયો હતો,જેમાં ખાસ કરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા,કટાવ ધામ ખાતે 5 હજાર લોકો એક સાથે બેસી ભોજન પ્રસાદ લઈ શકે તેવા નવીન ભોજનાલયનું શંકરભાઇ ચૌધરીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.જ્યાં પૂ.ખાખીજી મહારાજની તપોભૂમિના સ્થળે દર્શન કરી પ્રદક્ષિણા કરી હતી,અને ભોજનાલયનો રીબીન કાપી શુભારંભ કરાયો હતો,જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ ભાવિક ભક્તોને ભોજન પીરસ્યું હતું,પહેલા દિવસે પંચકુંડી યજ્ઞ નો આરંભ કરાયો હતો,અને 72 કલાક અખંડ રામધૂન નું આયોજન કરાયું હતું.કાર્યકર્મમાં ત્રિવેણી ધામ રાજસ્થાનના મહંતશ્રી, ડાકોરથી મહામંડલેશ્વર પૂ.વિજયદાસજી મહારાજ. ઉતરાખંડથી પૂ. સિયારામદાસજી મહારાજ,રાપરથી પૂ. રાજેન્દરદાસજી મહારાજ,દિલ્હીથી પૂ. રામકુમાર દાસજી મહારાજ, અયોધ્યાથી ગંગાદાસજી મહારાજ, કટાવ ધામના મહંતશ્રી પૂ.જયરામદાસજી બાપુ સહિત વિશાળ સંખ્યામાં સંતગણ, સામાજિક રાજકીય અગ્રણીઓ,અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

*જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ*
મો.-૯૯૨૫૯૨૩૮૬૨.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.