નૂતન વર્ષ નિમિતે કાંધલભાઈ જાડેજા પરિવાર દ્વારા કડછ ગામે સમસ્ત ગામ જમણવાર અને રાસ ગરબાનું આયોજન
રિધમ સાઉન્ડના સથવારે પ્રતાપ પરમાર,પાર્થદાન ગઢવી ના સુરીલા સંગે રાસ ગરબાની રમઝટ બોલશે.
ગોસા(ઘેડ)તા. ૨૯/૧૦/૨૦૨૪ ૮૪-કુતિયાણા-રાણાવાવ વિધાન સભામાં છેલ્લા ૧૫ વર્ષ થી કોઈ પણ પક્ષને આધીન નહિ પણ સ્વતંત્ર બાહુબલી કામ કરવાનાં વ્યક્તિત્વ ને આધારે ચૂંટણી મા વિરોધ પક્ષના સુપડાં સાફ કરી જંગી બહુમતી થી મહાત આપી લોક લાડીલા નેતા તરીકે નામના મેળવનાર ઘારાસભ્ય કાંધલભાઈ સરમણભાઈ જાડેજા પરિવારનો અતૂટ નાતો આ પંથકમાં કાયમી રહ્યો છે. ત્યારે આ પરિવાર દ્વારા તેમના માદરે વતન કડછ(ઘેડ) ગામે શ્રી આદ્યશક્તિ કાંધલી માતાજીની અસીમ કૃપા અને આશીર્વાદ થી સવંત ૨૦૮૧, કારતક સુદ ૧ તારીખ ૦૨/૧૧/૨૦૨૪ ને શનિવારના રોજ નવલા નૂતન વર્ષ નિમિતે સમસ્ત કડછ(ઘેડ) ગામનું જબરૂ જમણવાર તેમજ સાંજના રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. કુતિયાણા-રાણાવાવ વિધાનસભા મત વિસ્તારમાં છેલ્લા ૧૫ વર્ષ લોક લાડીલા નેતા તરીકે નામના મેળવી કાંધલભાઈ સરમણભાઈ જાડેજા પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વ ઉપર જંગી બહુમતિથી વિજેતા થતા આવેલા છે. અને આ વિસ્તારના મતદારોએ પણ કાંધલભાઈ જાડેજા ઉપર પુરે પૂરો વિશ્વાસ રાખી ખોબલે ખોબલે જંગી મતો આપી રાષ્ટ્રીય પક્ષના ઉમેદવારોને જાકારો આપી કાંધલભાઈ જાડેજાને વિજેતા બનાવેલ છે. ત્યારે અન્ય ચૂંટાયેલા નેતાથી વિપરીત એવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પણ ધારાસભ્ય બન્યા પછી આ વિસ્તારના લોકોને જાણે પારિવારિક સભ્યો કાયમી અપનાવેલ હોય તેમ આ વિસ્તરના પ્રશ્નો તો હલ કરે છે પણ હંમેશા સુખ-દુ:ખમાં પણ સતત ભાગ લેતા રહ્યા છે. પછી સમાજીક હોય, ધાર્મિક હોય કે કરૂણ પ્રસંગ હોય તો પણ કાંધલભાઈ જાડેજાની અચૂક હાજરી આ વિસ્તારમાં પ્રસંગોપાત જોવા મળે છે. તેમજ ધાર્મિક તેમજ સેવાકીય કર્યો પણ સતત કરતા રહ્યા છે જેના કારણે જ તેઓ અન્ય નેતાઓ કરતા મોટા ગજાના કદાવર નેતા સાબિત થયા છે. અને આ વિસ્તારના લોકોના દિલ જીતી લઈ તેમના હૃદયમાં કાયમી સ્થાન જમાવી લેવામાં પારંગત થયા છે. કાંધલભાઈ સરમણભાઈ જાડેજા પરિવારનું માદરે વતન કડછ(ઘેડ) ગામ પોરબંદર-સોમનાથ નેશનલ હાઇવે રોડ પર મોચા ગામથી અંદરના ઘેડમાં થોડા અંતરના ભાગમાં આવેલું છે. આ કડછ ગામમાં પ્રવેશતા જ સામે નયન રમ્ય આઈશ્રી આધ્ય શકિત કાંધલી માતાજી નું અલોંકિક મંદિર આવેલું છે. કાંધલભાઈ સરમણભાઈ જાડેજા પરિવાર તેમજ કડછ ગ્રામજનો ઉપર સદા કાંધલી માતાજીની કૃપા નિરંતર વહી રહી છે. ત્યારે અડગ શ્રધ્ધા અને આસ્થાના સ્થાનક એવા શ્રી આધ્ય શકિત કાંધલી માતાજીની અસીમ કૃપા અને આશીર્વાદ થી કાનાભાઇ સરમણભાઈ જાડેજા પરિવાર આયોજીત કડછ(ઘેડ) ગામે શ્રી આધ્ય શકિત કાંધલી માતાજી ના સાનિધ્યમાં સવંત ૨૦૮૧ કારતક સુદ ૧, નાવલા નૂતન વર્ષ નિમિતે અંદાજે ૫૫૦૦ની વસ્તી ધરાવતા કડછ(ઘેડ) સમસ્ત ગામનું એક પંગતે જબરૂ જમણવાર આયોજન તા. ૦૨/૧૧/૨૦૨૪ ને શનિવાર ના રોજ સાંજના ૫:૦૦ થી ૯:૦૦ સુધી રાખવામાં આવેલ છે. જમણવાર નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રીના ૯:૦૦ કલાકે ભવ્ય રાસ ગરબાનો કાર્ય ક્રમ યોજાશે. જે રાત્રીના ૧૨:૦૦ વાગ્યાં સુધી રાખવામાં આવેલ છે. રાસ ગરબાને રિધમ સાઉન્ડ કડછ ના સથવારે કલાકાર પ્રતાપ પરમાર અને પાર્થદાન ગઢવીના સુરીલા કાંઠે રાસ ગરબાની રમઝાટ જામશે. ત્યારે કડછ(ઘેડ) ગામે આયોજીત સમસ્ત ગામ જમણવારમાં અને રાસ ગરબાની રમઝટ નો લ્હાવો લેવા સમસ્ત ગામ અને ગામની તેમજ બહાર ફુઈઓ, ભત્રીજીઓ અને દીકરીઓ, તથા સૌઉં કોઈ ને પધારવા ભાવ ભર્યું આમંત્રણ કાનાભાઇ સરમણભાઈ જાડેજા તરફથી પાઠવાવામાં આવ્યું છે. રિપોર્ટર :- વિરમભાઇ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.