ગોધરા ખાતે વિધાર્થીઓ દ્વારા સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત મતદાન જાગૃતિ રેલી યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ctjk2tulfjd6zuci/" left="-10"]

ગોધરા ખાતે વિધાર્થીઓ દ્વારા સ્વીપ એક્ટીવીટીઝ અંતર્ગત મતદાન જાગૃતિ રેલી યોજાઇ


*અવસર લોકશાહીનો, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૨*

જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ પ્રવૃતિઓ હાથ ધરાઈ છે

ગોધરા

વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા સ્વીપ નોડલ અધિકારીશ્રીના નેતૃત્વમાં જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.

અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત આજરોજ ગોધરા ખાતે અંદાજિત ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગોધરાથી લઈને વિશ્વકર્મા ચોક સુધી મતદાન જાગૃતિ રેલી નીકાળવામાં આવી હતી. આ સાથે વિધાર્થીઓ દ્વારા "VOTE" આધારિત આકૃતિ અને મતદાન માટે પણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આગામી ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર પંચમહાલ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે જિલ્લામાં યુથ આઇકોન તરીકે નિમણૂક પામેલ RJ નયન ઉપસ્થિત રહ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]