સુપ્રસિદ્ધ યાત્રાધામ રાંદલ નાં દડવા માં મહંત શ્રી બળવંતપ્રગટબાપુની છઠ્ઠી પૂણ્યતિથિ ઉજવાય ….
સુપ્રસિદ્ધ યાત્રાધામ રાંદલ નાં દડવા માં મહંત શ્રી બળવંતપ્રગટબાપુની છઠ્ઠી પૂણ્યતિથિ ઉજવાય ....
કુંકાવાવ: સૌરાષ્ટ્ર તેમજ દેશ વિદેશ માં પણ જાણીતું ધર્મસ્થાન એવુ ભગવતી માં રાંદલ માતાજી નું મંદિર દડવા ખાતે આજ રોજ બ્રમ્હલીન બળવંતપ્રગટ બાપુ ની છઠ્ઠી પુણ્યતિથિ નું સુંદર ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું.
કુંકાવાવ વડીયા તાલુકાના રાંદલના દડવા ખાતે કૈલાસવાસી. મહંત શ્રી બળવંત પ્રગટ બાપુ ની છઠ્ઠી પુણ્યતિથિ ભવ્ય ઉજવવામાં આવેલ હતી. આ પ્રસંગે વડિયા કુંકાવાવ અમરેલી ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા તેમજ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા પણ ઉપસ્થિત રહેલ હતાં જેનું મંદિર મહંત હરેશપ્રગટ બાપુ તેમજ પ્રગટ પરીવાર દ્વારા બંને મંત્રીશ્રી ઓ નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું.ભજન ભોજન અને ભક્તિનો સુંદર ત્રિવેણી સંગમ દડવા માં યોજાયો હતો.
આ તકે રાંદલ દડવા ગામના સરપંચ મનસુખભાઇ બરવાળીયા તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા સહિતના રાજકીય આગેવાનો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહંત શ્રી હરેશપ્રગટ બાપુ.રમેશપ્રગટબાપુ , અશ્વિનપ્રગટ ,પ્રકાશપ્રગટ,તેમજ પ્રગટ પરીવાર દ્વારા આવેલ તમામ સંતો મહંતો, ભક્તો સાથે મહેમાનો સોનું હ્દય થીં આભાર દર્શન કરવામાં આવેલ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
