મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ઉમેરાયું એક નવું ઉદાહરણ-વિદ્યાર્થીઓ દ્વારા વાલી સંપર્ક - At This Time

મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ઉમેરાયું એક નવું ઉદાહરણ-વિદ્યાર્થીઓ દ્વારા વાલી સંપર્ક


મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ઉમેરાયું એક નવું ઉદાહરણ-વિદ્યાર્થીઓ દ્વારા વાલી સંપર્ક

લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં દરેક વ્યક્તિ મતદાન કરે તેમજ મહિલાઓ,દિવ્યાંગો કે યુવા કોઈ પણ મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્ન કરી રહ્યાં છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ જાગૃતિલક્ષી કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યાં છે.ગામડે ગામડે જઈને મહિલાઓ, દિવ્યાંગો અને યુવાઓને મતદાન કરવા માટે સજાગ કરવામાં આવે છે.ખાસ કરીને હવે તો શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા માતાપિતાને આ લોકશાહીના અવસરમાં સહભાગી થવા પ્રેરણા આપતી નવી પહેલ કરવામાં આવી રહી છે.જેનાં અનુસંધાને સમગ્ર જિલ્લામાં યોજાતા મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વાલી સંપર્ક રૂપી એક નવો જ પ્રયાસ હાથ ધરાયો છે.જેમાં વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે જોડાઈને ચોક્કસ મતદાન કરવા પર ભાર મુકતી પ્રતીજ્ઞા લેવડાવે છે.આ તકે યુવા વિદ્યાર્થીઓ પરોક્ષ રૂપે પણ આ લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં સહભાગી થઈ રહ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.