લીલીયા પંથકમાં દીપડા નો આંતક. પૂંજા પાદર ગામે માલધારી ના ઝોક માં ઘુસી 19 ઘેટા બકરા નો દીપડા એ કર્યો શિકાર
લીલીયા પંથકમાં દીપડા નો આંતક.
પૂંજા પાદર ગામે માલધારી ના ઝોક માં ઘુસી 19 ઘેટા બકરા નો દીપડા એ કર્યો શિકાર
લીલીયા તાલુકાના પૂંજા પાદર ગામે ગત મોડીરાત્રી ના માલધારી સમાજ ના ઝોક માં દીપડા એ ઘુસી હુમલો કર્યો જેમાં 2 ડઝન કરતાં પણ વધુ પશુઓના દીપડાએ શિકાર કર્યો હતો જેમાં ગામ વચ્ચે આવેલ ઘેટાં બકરાંની ઝોક માં દીપડો ખાબક્તા ગ્રામ જનો માં ફફડાટ ગોવિંદભાઈ રાતડીયા ના 19 જેટલા ઘેટાં બકરાને મોતને ઘાટ ઉતારવા માં આવેલ અને અંદાજે 5 થી 8 જેટલા ઘેટાં બકરાં ને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી હિંસક દિપડાએ ઘેટાં બકરાંને મારી નાખતા પશુપાલક માલધારી હતાશ થયા દીપડા ને પકડી પાડવા માલધારી એ કરી માંગ જ્યારે ગઈકાલે મોટા કણકોટ ગામે પણ દીપડાએ 5 જેટલા પશુઓના શિકાર કર્યો હતો ત્યારે સતત બીજા દિવસે દીપડાએ 2 ડઝન કરતાં પણ વધુ પશુઓનો શિકાર કરતા વનવિભાગ ને જાણ કરવા માં આવેલ હોય ત્યારે તાત્કાલિક વન વિભાગના કર્મચારીઓ પુંજાપાદર પહોંચી તપાસ ચાલુ કરી માલધારી ને સરકાર શ્રી ના નિયમ મુજબ યોગ્ય કરી આપવા ની ખાત્રી આપવા માં આવેલ સાથે સાથે આ તકે પૂંજા પાદર ના સરપંચ દ્વારા દીપડાને પકડી પાડવાની પણ પત્ર પાઠવી માંગ કરવા માં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
