સતલાસણા તાલુકા ના ટીમ્બા ગોળિયાપુરા હોટલપુર રોડ ખાતે તા. 1 થી 3 સુધી આશાપુરા માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
આજ રોજ સતલાસણા તાલુકા ના ટીમ્બા ગોળિયાપુરા થી આગળ હોટલપુર રોડ પર તા.1 એપ્રિલ થી 3 એપ્રિલ સુધી આશાપુરા માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યુ ત્યારે આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત સોનગરા ઠાકોર પરિવાર ગોળિયાપુરા ટીમ્બા ના ગ્રામજનો જહેમત ઉઠાવી હતી પ્રાણ પ્રતિષ્ઠા ના ભાગ રુપે તા.23 મી માર્ચ ના રોજ જવારા રોપણ તથા ધર્મ ધજા રોપણ તથા મંડપ મુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.તા.1.2. અને 3 ના રોજ આશાપુરા માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા ચાલી હતી જે આજરોજ બપોરે 12.39 શુભ મુહૂર્ત મા પુર્ણ કરવામાં આવી હતી જેમાં ખુબ મોટી સંખ્યા માં આમંત્રણ આપવામાં આવ્યુ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા અલગ અલગ અનેક કાર્યક્રમો યોજાયા હતા જેમા અનેક આમંત્રિત મહેમાન ને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.ત્રણેય દિવસ ભોજન પ્રસાદ નુ આયોજન કરવામાં આવ્યુ હતું તા.2 ના રોજ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા અને રાત્રે કલાકાર ધરતી સોલંકી ના રાસ ગરબા નુ પણ આયોજન ગોળિયાપુરા ઠાકોર પરિવાર દ્વારા કરવામાં આવ્યુ હતુ મહેમાનો ને કોઈપણ પ્રકાર ની અગવડતા ન પડે તેવુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું ત્રણેય દિવસ ખૂબ મોટી સંખ્યા મા ભાવિક ભક્તોએ પ્રસાદ અને દર્શન નો લાભ લીધો હતો એકંદરે સુખ શાંતિ થી પ્રાણ પ્રતિષ્ઠા પુર્ણ થઈ હતી
રાજેશ સુથાર સતલાસણા
+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે
