ઇડર પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર લોન મામલે વિશ્વાસઘાત તથા છેતરપીંડીની ફરિયાદ 5 વિરુદ્ધ નોધાઇ
ઇડર પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર લોન મામલે વિશ્વાસઘાત તથા છેતરપીંડીની ફરિયાદ 5 વિરુદ્ધ નોધાઇ
ઇડર ના બારેલા તળાવ ખાતે આવેલ મારૂતી ટ્રેક્ટર (મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા) ખાતે ૨૦૨૦ થી પાંચ ઇસમોએ ભેગા મળી પુવૅ આયોજીત કાવતરું રચી પાથૅ મહેશભાઇ ચૌધરી તથા સંજય કાન્તીભાઇ ઠાકરડા ચૌહાણ તથા સુરેશ છનાજી ઠાકરડા પરમાર તથા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના સબ ડીલર મનુકાકા એ ફરિયાદી ભુપેન્દ્રસિહ જીવારામસિંહ રાજપુત તથા બીજા લોકિને કોરોના સબબ સરકારી સહાય મળશે તેમ જણાવી તે બધાને વિશ્વાસમા લઇ હિંમતનગર ટ્રેક્ટર હાઉસના એક જવાબદાર વ્યક્તિ તથા ઇડર ખાતેના સબ ડિલર મનુકાકા એ ફરિયાદીઓ સહિત બધાને શોરૂમ ખાતે લાવી તમામના લોનના પેપસૅ ઉપર સહિઓ લઇ પાથૅ મહેશભાઇ ચૌધરી એ પોતે એલ એન્ડ ટી કંપનીના ફીલ્ડ લેવલ સેલ્સ ઓફિસર તરીકે ગ્રાહકોના નામના દસ્તાવેજો તથા સીબીલ તથા લોન ભરવા સક્ષમ છે કે નહિ તે ખરાઇ કરી લોન મંજુર કરાવવાની ફરજનો દુરઉપયોગ કરી તમામ ગ્રાહકોની કુલ ૧૭૭ ટ્રેક્ટરોની કુલ રૂ. ૮,૨૦,૧૩,૭૪૯ (આઠ કરોડ વીસ લાખ તેર હજાર સાતસો ઓગણપંચાસ) ની લોન મંજુર કરાવી હિંમતનગર ટ્રેક્ટર હાઉસના જવાબદાર વ્યક્તિ એ ટ્રેક્ટર હાઉસ ખાતે આ લોનના પૈસા મેળવી લઇ એ આ ટ્રેક્ટરો મુળ માલિકોને નહિ આપી તથા તેનુ આરટીઓ રજીસ્ટ્રેશન નહિ થયેલ હોવા છતા બારોબાર બીજે ક્યાક વેંચાણ કરી દઇ તેમજ આ ટ્રેક્ટરો પૈકી ઘણાખરા ટ્રેક્ટરોની લોન ભરપાઈ થઇ જશે તેવા એલ એન્ડ ટી ફાયનાન્સ લી. કંપનીના નામના ખોટા ફ્લોર ક્લોઝર લેટરો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી જે તે ટ્રેક્ટરના અસલ ગ્રાહકોને આપી ફરીયાદીની કંપની સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરતા ભુપેન્દ્રસિહ જીવરામસિંહ રાજપુતે ઇડર પોલીસ સ્ટેશન ખાતે ૫ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા ઇડર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.એમ.ચૌધરી એ પાથૅ મહેશભાઇ ચૌધરી રહે મુનાઇ, તા ભીલોડા, સંજય કાન્તીભાઇ ઠાકરડા ચૌહાણ રહે કાવા તા ઇડર તથા સુરેશ છનાજી ઠાકરડા પરમાર રહે સાચોદર તા હિંમતનગર તથા હિંમતનગર ટ્રેક્ટર હાઉસના જવાબદાર વ્યક્તિ તથા મહિન્દ્રા એન મહિન્દ્રા કંપનીના ઇડર ખાતેના સબ ડિલર મનુકાકા એમ ૫ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.