ડભોઇ નગરીમાં પ્રથમવાર હોલિકા અને પ્રહલાદનું સ્ટેચ્યૂ બનાવીને હોલિકા દહન વિઘિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત - At This Time

ડભોઇ નગરીમાં પ્રથમવાર હોલિકા અને પ્રહલાદનું સ્ટેચ્યૂ બનાવીને હોલિકા દહન વિઘિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત


રિપોર્ટ -નિમેષ સોની,ડભોઈ

ડભોઇ પંથકમાં ભાવિક ભકતો દ્રારા હોળી પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા અને નગરમાં ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહનની વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી. પરંતુ ડભોઇ નગરમાં મહાલક્ષ્મી માતાનાં મંદિર પાસે અનોખી રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડભોઇ નગરમાં સૌપ્રથમ વખત હોલિકા અને પ્રહલાદનું આબેહૂબ સ્ટેચ્યુ બનાવીને નેચરલ દ્રશ્યો સર્જીને હોળીકા દહન અને પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જે ડભોઈ નગરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. જેથી આ વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડયાં હતાં અને સમગ્ર ધાર્મિક વિધિ નિહાળી દર્શનનો લાભ લીધો હતો.

નગરમાં પ્રથમવાર હોલિકા દહનમાં અવનવો પ્રયોગ

ડભોઇ - દર્ભાવતી નગરી ખાતે આવેલ કંસારા બજારમાં મહાલક્ષ્મી માતાનાં મંદિર પાસે પ્રથમ વખત આશરે 5 ફૂટ ઉંચું હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું. સાથે જ ભક્ત પ્રહલાદનું પણ આશરે 1 ફૂટનું પૂતળું અલગથી બનાવાયું હતું. આ હોલિકા દહન પૂજન વિધિમાં ડભોઇ નગર પાલિકા વોર્ડ નં -3 ના સદસ્યા શીતલબેન પીન્ટુભાઈ પટેલ સહિત
,,અમિત પટેલ , દેવલ શાહ, જીતેન શાહ (ટિકો માસ્ટર ), લાલાભાઇ સોની તેમજ તમામ યુવા ટીમ દ્વારા હોળીની તાડમાર તૈયારી કરવમહાનુભાવો અને ભાવિક ભકતજનો મોટી સંખ્યામાં ઉમટી પડયાં હતાં અને અનેરો માહોલ સર્જાયો હતો. બીજી તરફ આસપાસનાં વિસ્તારોમાં પણ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયાં હતાં.

હોળી ની પૌરાણિક માન્યતા

હિરણ્‍યકશ્‍યપ નામે રાજા... જાણે દૈત્‍યનો અવતાર.. પરંતુ કાદવમાં કમળ.. પુત્ર પ્રભુ ભક્‍ત પ્રહલાદ... પિતા ભગવાનના વિરોધી.. પુત્ર ભગવાનનો પરમ ભક્‍ત... બન્‍ને પોતાની જીદ પર અડગ... પિતા એ પુત્રની પ્રભુ પ્રત્યેની ભક્તિ અને જીદ ન છોડાવી શકતાં તેને મારી નાખવા માટે અનેક પ્રયાસ કર્યા હતાં. પરંતુ આ તો સાચો પ્રભુ ભકત. બહેન હોલીકાની મદદથી હીરણ્‍કશ્‍યપે પ્રહલાદને સળગાવવા કર્યો પ્રયાસ પરંતુ થયુ ઉલ્‍ટુ હોલીકા થઇ બળીને થઈ ભસ્‍મ અને પ્રભુભકત પ્રહલાદ અગ્નિમાંથી બહાર આવ્‍યો હસતો રમતો. જેથી પ્રજાજનો એ મનાવ્‍યો આનંદોત્‍સવ ખુશીથી એકબીજા પર ઉડાડયા રંગ અને ગુલાલ બસ કહેવાય છે કે, ત્‍યારથી ફાગનસુદ પૂનમના દિનને હોળી તરીકે અને ફાગણ વદ પડવાનાં દિનને ધુળેટી તરીકે રંગેચંગે અબલા વૃધ્‍ધ સૌ હોશે હોંશે ઉજવે છે અને ભક્તજનોની પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રધ્ધા જળવાઈ રહે છે.

વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે પૂજન

ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા પૂજન અને દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે ડભોઇ નગરમાં વિવિધ વિસ્તારોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ સંસ્કારી નગરીમાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ નગરમાં ભાઈચારા સાથે દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.